એક જ દિવસમાં એક વર્ષના સૌથી વધુ 276નાં કોરોનાથી મોત

  • March 24, 2021 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે ખાલી 5-6 રાજ્યોમાં જ નહીં પરંતુ દેશના અલગ-અલગ ભાગોમાં કોરોના ફેલાઈ રહ્યો છે: પંજાબ અને મહારાષ્ટ્રમાં મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થયો

 


આ વર્ષના એક જ દિવસમાં સૌથી વધુ કોરોનાના કારણે થનારા મૃત્યુ નોંધાયા છે. આ સાથે નવા નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો પણ ઊંચો ગયો છે. કાલે દેશમાં વધુ 276 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે અને 47,281 નવા દર્દી નોંધાયા છે. 11 નવેમ્બર પછી ફરી એકવાર સૌથી વધુ કેસ નોંધાયા છે.

 


આ પહેલા સૌથી વધુ કોરોના કારણ થનારા મૃત્યુ 30 ડિસેમ્બરના રોજ 300 નોંધાયા હતા. સોમવારે 197 લોકોએ કોરોનાના કારણે સોમવારે 193 અને રવિવારે 213 લોકોએ જીવ ગુમાવ્યા બાદ મંગળવારે આંકડો ઘણો ઊંચો ગયો છે.

 


દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કોરોનાના મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં અડધા જેટલા એટલે કે 134નાં મોત નોંધાયા છે. 123 દિવસ પછી રાજ્યમાં એક સાથે આટલા બધા મોત નોંધાયા છે. 20 નવેમ્બરના રોજ અહીં 155 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો ઊંચો ગયો છે, અહીં મંગળવારે 53 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે છત્તીસગઢમાં 20 અને કેરળમાં 10 તથા તામિલનાડુમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે.

 


મહારાષ્ટ્રમાં રવિવારે 30,535 કેસ નોંધાયા પછી મંગળવારે બીજા નંબરે રાજ્યના સૌથી વધુ કેસ 28,699 નોંધાયા છે. જ્યારે મુંબઈમાં 3000 કરતા વધુ (3,514) નવા કેસ નોંધાયા છે.

 


આ સિવાય 12 રાજ્યમાં જાન્યુઆરીથી કે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાતા કેસનો રેકોર્ડ તૂટ્યો છે, જેમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,730 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવેમ્બર પછીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં કણર્ટિકામાં 14 નવેમ્બર પછી સૌથી વધુ 2010 કેસ નોંધાયા છે. આ પછી છત્તીસગઢ (1910 કેસ, 23 નવેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા), મધ્યપ્રદેશ (1502, 29 નવેમ્બર પછી સૌથી વધુ કેસ), તામિલનાડુ (1437, 29 નવેમ્બર પછી સૌથી વધુ કેસ) અને પોંડિચેરી (87, 11 નવેમ્બર પછી સૌથી વધુ કેસ)માં સૌથી વધુ કેસ નોંધાયા છે.

 


આ સિવાય દિલ્હીમાં 1,101 નવા કેસ નોંધાયા છે, જે 19 ડિસેમ્બર પછીના સૌથી વધુ કેસ છે. હરિણામાં 895 પર પહોંચ્યો છે આંકડો જે 14 ડિસેમ્બર પછી સૌથી વધુ છે, અને ઉત્તરપ્રદેશમાં નવા 638 કેસ નોંધાયા છે, જે 10 જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ છે. આ સિવાય આંધ્રપ્રદેશ (492), તેલંગાણા (412), ઝારખંડ (130) અને બિહાર (111)માં પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. હમણાં સુધી માત્ર 5-6 રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધતા હતા પરંતુ હવે કેરળ અને ઉત્તર-પશ્ચિમના રાજ્યોને છોડીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં પણ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 3.5 લાખને પાર કરીને 3.7 લાખની નજીક પહોંચી ગયો છે. સોમવારે એક્ટિવ કેસના આંકડામાં 25,000 કરતા મોટો ઉછાળો નોંધાયો હતો. એટલે કે માત્ર પાછલા 3 દિવસમાં આંકડો 3 લાખને પાર કરીને પાણા ચાર લાખની નજીક પહોંચવા આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS