એક સમયે સોમી અલી પણ હતી સલમાનની હતી ગર્લફ્રેન્ડ, હવે બોલિવૂડથી દૂર રહી કરે છે આ કામ

  • July 21, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે. તેમાંથી એક બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોમી અલી પણ છે. સોમી અલી સાથે સલમાન ખાનના સંબંધો રહ્યા હતું. તેઓ એકબીજા સાથે આઠ વર્ષ સુધી હતા. બાદમાં સોમીએ સલમાન ખાન પર દગો દીધાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોમી અલીએ અભિનેતા સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

સોમી અલી સલમાન ખાન સાથેની ફિલ્મ કરી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી હતી. પરંતુ તે પ્રોજેક્ટ સાકાર થયો નહીં. ફિલ્મનું નામ 'બુલંદ' હતું અને તે ફિલ્મનું શૂટિંગ માટે સલમાન અને સોમી કાઠમંડુ પણ ગયા હતા. આ અંગે સોમીએ કહ્યું હતું કે 'સલમાને તે સમયે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ જ કર્યું હતું. તે આ ફિલ્મમાં તેની સામે એક અભિનેત્રીની શોધમાં હતો. ફિલ્મનું નામ "બુલંદ" હતું. અમે શૂટિંગ માટે કાઠમંડુ ગયા હતા. હું તે સમયે યંગ હતી અને ઈંડસ્ટ્રીમાં નવી હતી. જો કે દુર્ભાગ્યપૂર્ણ વાત એ રહી કે નિર્માતાઓ સાથે થોડી સમસ્યા થતા ફિલ્મ અટકી ગઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

સલમાન સાથે સંપર્ક અંગે સોમીએ કહ્યું હતું કે તેણે છેલ્લાં પાંચ વર્ષથી સલમાન ખાન સાથે વાત પણ કરી નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તે અને સલમાન ડિસેમ્બર 1999માં અલગ થયા ત્યારબાદ સલમાનની કેટલી ગર્લફેન્ડ બની હશે તે પણ કહી ન શકાય. તેણે રિલેશનશીપ તોડવા પાછળનું કારણ સલમાનના અફેરને કહ્યું હતું. સલમાનને તેને દગો દીધો હતો તેથી તેણે સંબંધ તોડ્યા હતા તેમ તેણે અગાઉ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS