ચહેરાની અનેક સમસ્યાઓનો એક માત્ર ઉપાય - સ્ટિમ‌

  • May 21, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દિવસ દરમિયાન પ્રદૂષણ અને ભાગદૌડમાં ત્વચાની સફાઈ અને તાજગી ગુમ થઈ જતી હોય છે. તેવામાં ત્વચાની તાજગીને તરોતાજા રાખવા અને તેને સાફ રાખવા માટે ચહેરાને સ્ટિમ આપવી એક સરળ અને અસરકારક ઉપાય છે. સ્ટિમ ચહેરાની ફ્રેશનેસ માટે જ નહીં પણ સ્ટ્રેસ દૂર રાખવા માટે પણ જરૂરી છે. 

 

ચહેરાની સફાઈ કરે છે : 

 

ત્વચા પર જામેલી ગંદકી ઘણી વખત રોમ છિદ્રોને બ્લોક કરી દે છે તેવામાં આ ફેશિયલ સ્ટીમિંગથી આ રોમ છિદ્રો ખૂલી જાય છે અને તેમાં જમા થયેલી બધી ગંદકી બહાર નીકળી જાય છે. તે સિવાય ચહેરાના ડેડ સેલને હટાવવામાં પણ તે કારગર છે. 

 

બ્લેક હેડ્સને હટાવવામાં મદદગાર : 

 

જેમને ચહેરા પર મહત્તમ માત્રામાં બ્લેકહેડ્સ અથવા વ્હાઈટ હેડ્સની સમસ્યા હોય છે, તેમના માટે સ્ટિમીંગ ખૂબ ઉપયોગી છે. પાંચથી દસ મિનિટ સુધી ચેહરાને સ્ટિમીંગ આપ્યા પછી સ્ક્રબરથી સાફ કરી લેવો. જેનાથી બ્લેકહેડ્સ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે. 

 

ખીલને કરે દૂર : 

 

ચહેરા પર ગંદકી તથા તેલ જામવાને કારણે ત્વચા પર ખીલ થવાની શક્યતા રહે છે. તેને દૂર કરવા માટે પણ સ્ટિમીંગ સારો વિકલ્પ છે. તેનાથી ત્વચાના છિદ્રોનૅ ગંદકી સાફ થઈ જાય છે અને ખીલમાંથી છૂટકારો મળે છે. 

 

ડ્રાયનેસ દૂર કરે છે :

 

 શિયાળામાં ત્વચા વધુ પડતી શુષ્ક થઇ જાય છે તેના માટે જો ફેશિયલ સ્ટિમીંગ પછી ક્રીમથી મસાજ કરવામાં આવે તો ચહેરા પર મોશ્ચુરાઈઝર જળવાઈ રહે છે. એટલું જ નહીં ચેહરાની ત્વચા ઢીલી પણ નહીં પડે અને કરચલીઓની સમસ્યા પણ નહીં ઉદભવે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS