રાજકોટના જંગલેશ્વરમાં નોંધાયો 1 પોઝિટિવ કેસ, દર્દીને પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય ગઈકાલે મળ્યા હોવાથી થયા હોમ કોરોન્ટાઈન

  • April 07, 2020 05:51 PM 2017 views

 

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે લેવામાં આવેલા સેમ્પલમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના 41 વર્ષીય પુરુષનો છે. આ વ્યક્તિ રાજકોટનો 11મો કોરોના પોઝિટિવ દર્દી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 4 દર્દી સંપૂર્ણ થઈ ચુક્યા છે. આજે રાજકોટ લેબમાં કુલ 26 સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા તેમાંથી 25ના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે એક 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 

આજે જે પોઝિટિવ કેસ નોંધાયો છે તે દર્દી ગઈકાલે જ રાજકોટના પૂર્વ મેયર ડો જૈમન ઉપાધ્યાયને નિદાન માટે મળ્યો હતો. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પૂર્વ મેયર જનહિતમાં સેલ્ફ હોમ કોરોન્ટાઈન થયા છે. 


રાજકોટ સહિત સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે જામનગરની લેબમાં ટેસ્ટ માટે મોકલાયેલા 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજે જામનગરમાં લેબમાં જામનગરના 7, પોરબંદરના 2 અને મોરબી તેમજ ગીર સોમનાથના એક-એક સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. જે તમામ નેગેટિવ આવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application