સવારે 9-10 કલાકે રાજકોટમાં લેન્ડ થશે અને 9-40 કલાકે ટેક ઓફ: આગામી સમયમાં ગોવા અને ઉદેપુર માટે પણ વિચારણા
રાજકોટને વધુ એક ફલાઈટ મળી છે. 1લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ માટેની સ્પાઈસ જેટની ફલાઈટ ઉડાન ભરશે. સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા આજે મળેલી મિટિંગમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. આગામી 1લી માર્ચથી રાજકોટથી હૈદરાબાદ માટેની સીધી હવાઈ સેવા શ થશે. વેપારી, ઉદ્યોગમંડળ દ્વારા આ બાબતે એરલાઈન્સ કંપ્નીઓને રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ એરપોર્ટથી કનેક્ટિવિટી ધીમે ધીમે વધી રહેતા મુસાફરો માટે પણ ફાયદો થયો છે. બે દિવસ પહેલાં જ રાજકોટથી એર ઈન્ડિયાની મુંબઈ માટેની ફલાઈટ શ થઈ હતી ત્યારે આગામી તા.24થી બેંગ્લોર માટેની ફલાઈટ પણ શ થવા જઈ રહી છે એ દરમિયાન આજે સ્પાઈસ જેટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના પેસેન્જર્સને હૈદરાબાદ માટે ટ્રાવેલિંગની સરળતા રહે તે માટે હૈદરાબાદની સીધી ફલાઈટ શ થશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના લોકોને હૈદરાબાદ માટે અમદાવાદ કે મુંબઈ સુધી જવું પડતું હતું જેના બદલે હવે 1લી માર્ચથી રાજકોટથી સીધી હવાઈ સેવા શ થતાં પેસેન્જર્સને મોટી રાહત મળી છે.
એરલાઈન્સ કંપ્નીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ 1લી માર્ચથી હૈદરાબાદથી રાજકોટનું એર ક્રાફટ સવારે 9-10 કલાકે આવશે અને અહીંથી હૈદરાબાદ માટે 9-40 કલાકે ટેક ઓફ થશે. વધુમાં મળતી વિગતો મુજબ તાજેતરમાં ઈન્ડિગોના ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ એરપોર્ટનું નિરીક્ષણ કરી ગયા છે અને આગામી સમયમાં એટલે કે મે મહિનાના પ્રથમ સપ્તાહથી એર ઈન્ડિયાની અલગ-અલગ ટની ફલાઈટ શ થવા જઈ રહી છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટથી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદની ફલાઈટ શ થઈ ગઈ છે અને આગામી ટૂંકા સમયમાં ગોવા, ઉદેપુર સહિતના ટ પર ફલાઈટ શ થાય તે માટે એરલાઈન્સ કંપ્નીઓ અને એર ઓથોરિટી વચ્ચે ચચર્-િવિચારણા પણ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMરાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
April 15, 2021 05:24 PMરાત્રી કરફ્યુમાં અન્ડર બ્રિજ પાસે વીડિયો બનાવી વાયરલ કરનાર યુવતીની ધરપકડ
April 15, 2021 05:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech