7મી માર્ચથી રાજકોટ-મુંબઇની વધુ એક ફલાઇટ ઉડાન ભરશે

  • February 24, 2021 06:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પાઇસ જેટ દ્વારા સાંજની ફલાઇટ શરૂ કરાઇ, સાંજે 7-40નો સ્લોટ નકકી કરાયો: રાજકોટ એરપોર્ટ પરથી ડેઇલી 7 ફલાઇટ ઉડાન ભરશે


રાજકોટથી વધુ એક મુંબઇની સ્પાઇસ જેટની ફલાઇટ શ થવા જઇ રહી છે. આજથી બેંગલોરની ફલાઇટ શ થઇ છે તે દરમિયાન સ્પાઇસ જેટે વધુ એક જાહેરાત કરીને મુંબઇ માટેની બીજી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં એર ઇન્ડિયાની એક ફલાઇટ અને સ્પાઇસ જેટની ફલાઇટ મુંબઇ ઉડાન ભરે છે. દિવસમાં બે વખત મુંબઇ માટેની એર ફ્રિકવન્સી છે. આ દરમિયાન સ્પાઇસ જેટ દ્વારા 7 માર્ચથી ત્રીજી ફલાઇટ મુંબઇ માટેની શ થવા જઇ રહી છે. આ ફલાઇટનો સમય સાંજનો રાખ્યો છે. જે ટાઇમ મુજબ સાંજે 7-10 કલાકે મુંબઇથી આગમન અને 7-40 કલાકે રાજકોટથી પ્રસ્થાન થશે. આમ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજની 7 ફલાઇટનું સંચાલન સંભાળશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS