પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતના 3 બનાવમાં એકનું મોત

  • October 31, 2020 10:23 AM 264 views
  • રાણાખીરસરા, પસવારી અને બાપોદર પાટીયા નજીક બન્યા બનાવ


પોરબંદર જીલ્લામાં છેલ્લા ર4 કલાકમાં વાહન અકસ્માતના 3 બનાવમાં એકનું મોત નિપજયું છે જયારે અન્ય અનેક ઘાયલ થયા છે.


કુતિયાણાના પસવારી રોડ ઉપર મોત
મહીયારી ગામે રહેતા રામદેભાઇ કારાવદરા નામના વૃધ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મહીયારીના વિશાલ લખમણ કારાવદરાએ પોતાના કબ્જાવાળુ પેશન બાઇક ફુલસ્પીડે ચલાવી પસવારી રોડ ઉપર અકસ્માત કરી દિપકનું મોત નિપજાવ્‌યું હતું તથા આરોપી વિશાલ અને રાજુને પણ ગંભીર ઇજાઓ કરી છે.


રાણાખીરસરા નજીક બનાવ
જામનગરના નાઘેડીમાં રહેતા જયદિપ હસમુખ પલાણા દ્વારા એવી ફરિયાદ નોંધાવાઇ છે કે તે તથા કનકબેન બાઇકમાં રાણાખીરસરા ગામથી દોઢેક કી.મી. દુર નિકળ્યા ત્યારે અજાણ્યા ડમ્પરના ચલાકે જયદિપના બાઇકને પાછળથી ઠોકર મારતા તેઓ તથા કનકબેન પડી ગયા હતા અને બન્નેને ઇજાઓ થઇ હતી.


બાપોદરના પાટીયા નજીક બનાવ
રાણાકંડોરણા થી રાણાવાવ જતા રસ્તે બાપોદર ગામના પાટીયા પાસે પણ અકસ્માત થયો છે જેમાં ભોડદરના ગૌતમ વિનોદ બલવાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, તે અને તેના કુટુંબી મામા નિલેશભાઇ બાઇકમાં નિકળ્યા ત્યારે અજય નામના માતિ સ્વીફટ ના ચાલકે બેફીકરાઇથી કાર ચલાવી ગૌતમના બાઇકને પાછળથી હડફેટે લઇ ઠોકર મારી હતી જેમાં ગૌતમ અને નિલેશને ઇજા થઇ છે.


બાઇક ચાલક ઝબ્બે
ગ્લોબલ હોસ્પિટલ સામે રણ વિસ્તારમાં રહેતો હાર્દિક રમેશ ટોડરમલ ફુલસ્પીડે બાઇક લઇ કાવા મારતો નિકળ્યો ત્યારે પોલીસે તેને કસ્તુરબા ગાંધી રોડ ઉપરથી પકડી પાડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application