ઘોઘા અને ગારિયાધારમાં એક ઈંચ વરસાદ, શહેરમાં ૧૩ મિમી

  • June 19, 2021 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શનિવારે પણ વાતાવરણ ગોરંભાયેલું, હળવા ભારે ઝાપટાંની શકયતા 

 

ગુરૂવારે મેઘરાજાએ જોરદાર બેટીંગ સાથે એન્ટ્રી કરી અને બીજા દિવસે પણ હળવા ભારે ઝાપટાં સાથે હાજરી પુરાવી હતી. ભાવનગર શહેર -જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યું હતું અને ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે શનિવારે પણ વાતાવરણ ગોરંભાયેલું છે અને વરસાદ આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. 

 

 

ભાવનગર શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે સવારથી મેઘરાજા વરસ્યા હતા. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઘોઘા તાલુકાના કોળિયાક, હાથબ, બાડી -પડવા, છાયા, મોરચંદ સહીતના ગામોમાં સવારથી જ અનારધાર વરસાદ શરૂ થયો હતો, તો બીજી તરફ જિલ્લાના ગારીયાધાર, વલ્લભીપુર, ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, જેસર તથા મહુવા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદના મંડાણ થયા હતા. એ જ રીતે શહેરમાં પણ કાલે બપોરે  વરસાદ શરૂ થયો હતો. આજે સવારે છ વાગ્યા સુધીમાં  ઘોઘા-26 મિમી, ગારીયાધાર-24 મિમી, વલ્લભીપુર-15 મિમી, ભાવનગર -13 મિમી, પાલીતાણા-15 મિમી, જેસર-14 મિમી, મહુવા-11 મિમી, તળાજા - 11 મિમી વરસાદ વરસ્યો થયો છે. આ સાથે સરેરાશ વરસાદના 11%થી વધુ વરસાદ થઇ ગયો છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS