છોટાઉદેપુર અને જેતપુર પાવીમાં અઢી, બોડેલીમાં એક ઈચ વરસાદ

  • August 09, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી, વલસાડ, તાપી, સુરત, ખેડા,આણદં અને દાહોદ જિલ્લામાં ઝાપટા



છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયા બાદ એકાએક છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડો છે છોટાઉદેપુર અને જેતપુરપાવીમાં અઢી ઈંચ પાણી પડયું છે. બોડેલીમાં એક ઈચ અને સંખેડામાં સામાન્ય ઝાપટુ પડું છે.

 


આ ઉપરાંત નવસારી જિલ્લાના ચીખલીમાં અડધો ઈંચ વરસાદ થયો છે. વલસાડ, તાપી, સુરત, ખેડા, આણદં અને દાહોદ જિલ્લામાં અલગ અલગ ૧૯ જગ્યાએ સામાન્ય ઝાપટા પડા છે.

 


સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી વાતાવરણ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ છે. કોઈ અસરકારક સિસ્ટમ હાલ ન હોવાના કારણે સાર્વત્રિક સારા વરસાદની આશા હજુ નથી પરંતુ છૂટાછવાયા સ્થળે ઝાપટા ચાલુ રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS