રસી ઉત્પાદકોને બે મહિનાનું સો ટકા એડવાન્સ ચુકવણું

  • April 20, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાયોટેક અને સીરમ કંપ્નીઓ ને પ્રોડક્શન ઝડપથી વધારવાની સરકારની સુચના



દેશમાં કોરોના ની રફતાર અનિયંત્રિત થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર પોતાના રસીકરણ અભિયાન માં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે સક્રિય છે અને રસી ના ઉત્પાદન માટે રસી ઉત્પાદક કંપ્નીઓને કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક નવી સૂચનાઓ અપાઈ છે અને સાથોસાથ બે મહિનાની એડવાન્સ રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.

 


કેન્દ્ર સરકારની એવી યોજના છે કે દેશમાં જેમ બને તેમ બધા જ વર્ગના લોકોને રસી આપવામાં આવશે. રસી ના સંગ્રહમાં કોઇ ઘટાડો થાય નહીં તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ને એટલા માટે રસી નિમર્તિા કંપ્નીઓ ને રસી નો ઉત્પાદન વધારવા માટે બે મહિનાની એડવાન્સ રકમ આપી દીધી છે.

 


કેન્દ્ર સરકારના વર્તુળો એ મીડિયાને એવી માહિતી આપી છે કે બંને કંપ્નીઓને કુલ રૂપિયા 4500 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે અને રસી નું ઉત્પાદન ઝડપી બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે. દેશના કોઈ ખૂણામાં રસથી નો અભાવ રહેવા દેવાશે નહીં અને આવા સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
આ પહેલા સરકારને એવો રિપોર્ટ મળ્યો હતો કે રસી નિમર્તિા કંપ્નીઓ નાણાકીય અભાવનો સામનો કરવો પડ્યો છે અને કર્મચારીઓને ચુકવણા કરવામાં તેમજ કાચા માલની ખરીદી માં અને વિતરણની મહત્ત્વની કામગીરીમાં અવરોધો ઊભા થયા છે.
આ પ્રકારની ફરિયાદ મળ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બેઠકોનો દોર શરૂ થયો હતો અને વડાપ્રધાન ની મંજૂરી મળ્યા બાદ નિમર્તિા કંપ્નીઓ ને બે મહિનાની એડવાન્સ રકમ ચૂકવી દેવાનો નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ કંપ્નીઓને આ રકમ આપી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS