મોરબીની વાવડી ચોકડી પર ટ્રકે મોટરસાઇકલને હડફેટે લેતાં એકનું મોત

  • June 19, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની વાવડી ચોકડી નજીક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટર સાઈકલ સાથે ભટકાડતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ વાટકી સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ત્રિભોવનભાઈ વડગામા (ઉ.૪૮)એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી ટ્રક એમએચ ૪૩ વાય ૭૬૦૯ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને વાવડી ચોકડી પર પહોચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટર સાઈકલ જીજે ૩ એફએફ ૬૫૧૨ સાથે ભટકાડી સાહેદ જયેશભાઈ જગજીવનભાઈને શરીરે નાની મોટી ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application