વેરાવળમાં કારમાં વિદેશી દારૂ-બિયરના ૪૮૬ નંગ સાથે એક ઝડપાયો, અન્ય એકની શોધખોળ

  • March 02, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ પોલીસે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન પ્રકાશ કોમ્પલેક્ષ વિસ્તારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૪૨૬ રૂા.૬૪ હજાર તથા બિયરના ટીન નંગ ૬૦ રૂા.૬ હજાર તેમજ મોટરકાર મળી કુલ રૂા.૨ લાખ ૨૦ હજારના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડેલ જયારે બીજાને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
​​​​​​​
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષ્મા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા દારૂનુ વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. એસ.એમ.ઇશરાણી, સર્વેલન્સના પી.એસ.આઇ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. દેવદાનભાઇ માંણદભાઇ, પ્રતિપાલસિંહ ગીગાભાઇ, મેરામણભાઇ બીજલભાઇ, વિપુલભાઇ રામસીંગભાઇ, પો.હેડ.કોન્સ. વિશાલભાઇ પેથાભાઇ, અનીરૂધ્ધસિંહ જયવંતસિંહ, ચિંતનસિંહ જગદિશભાઇ, મયુરભાઇ મેપાભાઇ, પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ, પ્રવિણભાઇ હમીરભાઇ, સુનીલકુમાર બાલુભાઇ, જયેશભાઇ બાલુભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ સહીતના નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે શહેરના રહેણાંક વિસ્તાર પ્રકાશ કોમ્પલેક્ષમાં દારૂ અંગે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલોમાં (૧) સીગ્રામ્સ રોયલ સ્ટેગ ક્લાસીક વ્હીસ્કી ની બોટલો ૭૨ રૂા.૨૮,૮૦૦, (૨) ૩૭૫ એમ.એલ.ની બોટલો ૩૨ રૂા.૬,૪૦૦ (૩) ૧૮૦ એમ.એલ.ની  બોટલો ૧૪૦ રૂા.૧૪,૦૦૦ (૪) બ્લુ એન્ડ પીકેડ ગ્રેન વ્હીસ્કી ૩૭૫ એમ.એલ. ની બોટલો ૩૮ રૂા.૭,૬૦૦ (૫) ક્રિમ્પીસ સ્પેશીયલ ક્લાસીક વ્હીસ્કી બોટલો ૧૪૪ રૂા.૭,૨૦૦ (૬) હેવર્ડ ૫૦૦૦ સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન ૬૦ રૂા.૬,૦૦૦ અને મોટર કાર ફોર્ડ ફીગો નં. જી.જે. ૦૬ ડી.કયુ. ૬૨૯૧ રૂા.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂા.૨,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ગીરીશ રામજીભાઇ ગાવડીયા ઉ.વ.૨૬, ધંધો.મજુરી, રહે.વેરાવળ, મોટા કોળી વાડા ને ઝડપી લીધેલ જયારે અરવિંદ ભીખાભાઇ કામળીયા રહે.કોડીનાર ને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application