સુરત જિલ્લામાં દોઢથી ચાર ઈંચ વરસાદ: રાજ્યમાં ૧૧૬ તાલુકામાં મેઘ મહેર

  • September 16, 2021 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત જિલ્લામાં ઓલપાડમાં ૪, કામરેજમાં ૨, ચોર્યાસીમાં ૨ અને સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત માંડવીમાં ૧ ઈંચ પાણી પડયું છે.
સમગ્ર રાયના ૧૧૬ તાલુકામાં સામાન્ય ઝાપટાથી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ઈડરમાં પણ ૧ ઈંચ પાણી પડયું છે. ભરૂચ જિલ્લાના હાંસોટમાં પોણો, બનાસકાંઠા જિલ્લાના દિયોદર, દાહોદ જિલ્લાના ગરબડા, તાપી જિલ્લાના વાદોદ, આણદં જિલ્લાના સોજીત્રા, સુરત જિલ્લાના બારડોલી, પાટણ જિલ્લાના રાધનપુર, ખેડા જિલ્લાના કપડવંજ, સુરત જિલ્લાના પલસાણા, મહીસાગર જિલ્લાના વિરપુર, સુરતના મહુવા અને ભરૂચમાં અડધો–અડધો ઈંચ પાણી પડયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS