અમરેલી પંથકમાં સચરાચર દોઢથી સાડાપાંચ ઈંચ વરસાદ: ધરતી પુત્રો ગેલમાં

  • September 09, 2021 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી શહેર સહિત જિલ્લાભરમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયેલ હતું. સર્વત્ર સચરાચર દોઢથી સાડાપાંચ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી છવાઈ ગયેલ હતા.જિલ્લાભરમાં આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેતરો પાણીથી છલકાઈ ગયેલ હતા. સાથોસાથ ડેમોમાં પણ નવા નીરની આવક થયેલ હતી. આજે વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારેથી આકાશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કયાંક ધોધમાર તો કયાંક ધીમીધારે ધીંગી ધરીને રીજવી દીધેલ હતી આજે સૌથી વધુ બાબરા પંથકમાં સાડાપાંચ ઈંચ વરસાદ નોંધાયેલ હતો. ખાંભા ચાર ઈંચ, ધારી સવાત્રણ ઈંચ, લાઠી અઢી ઈંચ, વડિયા બે ઈંચ, બગસરા બે ઈંચ, રાજુલા-જાફરાબાદ બે ઈંચ, અમરેલી, સાવરકુંડલા અને લીલિયા પંથક્માં ધીમીધારે દોઢ ઈંચ વરસાદ પડેલ હતો. લાઠીનાં ગ્રામ્ય પંથકમાં ૩થી ૪ ઈંચ વરસાદથી ગાગડિયા નદીમાં પુર આવેલ હતું.


અમરેલી જિલ્લામાં હવામાન તંત્રની આગાહી મુજબ ડિઝાસ્ટર તંત્ર દ્વારા વહીવટી તંત્રને તાકિદ કરવામાં આવેલ હતી તેમજ હળવાથી અતિભારે વરસાદ સાથે કોઈ પરિસ્થિતિ ઉદભવે તો પગલાં ભરવા એનડીઆરએફની ટીમને પણ અમરેલી ખાતે આજે બોલાવી લેવામાં આવેલ હતી. જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયેલ હતા. અમરેલીના ઠેબી ડેમનાં બે દરવાજા ખોલવામાં આવેલ હતા.


ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી શ‚ થયેલા વરસાદથી નદી-નાળા છલકાતા જિલ્લલાના ડેમોમાં પણ પાણીની આવક થતા ડેમોના પાટિયા ખોલવામાં આવેલ હતા અને નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. જેમાં રાજુલાનાં ધાતરવડી-૨ ડેમના પાંચ પાટિયા ૦.૩૦ મીટર ખોલવામાં આવેલ હતા. જેથી ડેમના નિચાણવાળા હિંડોરણા, છતડિયા, વડ, ભચાદર, ધારાનોનેસદ, ઉચૈયા, રાજપરા-૨, કોવયા, લોઠપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. ધાતરવડી-૧ ઓવરફલો થતા ધારેશ્ર્વર, નવી-જૂની માંદરડી, જાપોદર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલ હત. સાવરકુંડલાના હાથસણી ગામ પાસે આવેલ છેલદેદુમલ ડેમનો એક દરવાજો ૦.૧૦ મીટર ખોલવામાં આવતા હાથસણી, નેસડી, કરજાલા, સીમરણ, શેલ ખંભાળિયા, દિતલા, ઈંગોરાળા, સમઢિયાળા, કમી કેરાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. અમરેલીના ઠેબી ડેમના બે દરવાજા ૦.૩૦ મીટર કોલવામાં આવતા અમરેલી, પ્રતાપપરા, ફતેપુર, ચાપાથળ સહિતનાં ગામોને એલર્ટ કરવામા આવેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS