અમેરિકાથી ભારતને મળી રેમડેસિવીરની સવા લાખ શીશી

  • May 03, 2021 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશ કોરોના વાયરસનો જબરદસ્ત મારો સહન કરી રહ્યો છે. કોરોનોના વધતા કેસ અને ઑક્સિજન તેમજ અન્ય સ્વાસ્થ્ય સામગ્રીની તંગીની વચ્ચે સંકટ વધારે મોટું થઈ રહ્યું છે. ભારતમાં કોરોનાના નવા કેસો 4 લાખનો આંકડો પાર કરી ગયા છે. આવામાં વિદેશી દેશોથી ભારતમાં મદદ મોકલવામાં આવી રહી છે. આ ક્રમમાં અમેરિકા તરફથી મોકલવામાં આવેલી રેમડેસિવિરની 125000 શીશીઓ આજે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.

 


આ સપ્લાયમાં રેમડેસિવિરની તંગીને પહોંચી વળવા માટે થોડીક મદદ જરૂર મળશે. બીજી તરફ કોરોના વાયરસ સંકટની વચ્ચે ઑક્સિજન પૂરુ પાડવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તો ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કર હિંડન એરબેઝ પર પહોંચાડ્યા. આ ઉપરાંત 450 ઑક્સિજન સીલેન્ડર પણ બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેઝ પર પહોંચાડવામાં આવ્યા. ભારતીય વાયુસેનાએ આ વાતની જાણકારી આપી.

 

 


ઉલ્લેખનીય છે કે કોરોના સંકટની વચ્ચે ભારતીય નૌસેનાના જહાજો વિદેશોથી ઑક્સિજન ટેન્કર લાવવા માટે સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. ગલ્ફ અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોની નજીક ભારે ક્ષમતાવાળા જહાજોને આવા અભિયાન માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નેવી સૂત્રોએ આ વિશે જાણકારી આપી છે. બીજી તરફ ભારત સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 4 મેના બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચુઅલ સમિટ થવાની છે.

 

 


સમિટથી પહેલા બ્રિટને ભારતને વધુ 1000 વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય કર્યો છે. આનાથી હોસ્પિટલોમાં ભરતી કોરોના દર્દીઓની તબિયત સુધારવામાં સરળતા રહેશે. આ પહેલા ગત અઠવાડિયે યૂકેએ 200 વેન્ટિલેટર, 495 ઑક્સિજન કંસનટ્રેટર્સ અને ત્રણ ઑક્સિજન જનરેશન યૂનિટ આપવાની પણ જાહેરાત કર્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021