આટકોટ પંથકમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ

  • September 08, 2021 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ પંથકમાં આટકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા ગામમાં આજે સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ દોઢ ઈંચ વરાદ પડયો હતો. સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. હજુ આકાશમાં કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદ મળી હતી. ભાદરવામાં અષાઢી માહોલ સર્જાયો મોસમનો આ સારો વરસાદ પડયો હતો એક કલાકમાં દોઢેક ઈંચ વરસાદ પડયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS