ન્યારી-૧ ઉપર પોણો ઈંચ વરસાદ ન્યારી-૨માં સવા ફૂટ પાણી આવ્યું

  • June 25, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ર્ચિમ રાજકોટને પીવાનું પારી પુરૂ પાડતા કાલાવડ રોડ પર આવેલા ન્યારી-૧ ડેમ ઉપર ગઈકાલે ૧૭ મીમી (પોણો ઈંચ) વરસાદ વરસ્યો હતો. જો કે, જળાશયની સપાટી યથાવત રહી હતી. જયારે રાજકોટની ભાગોળે જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની સામે આવેલા ન્યારી-૨ ડેમમાં ૧.૩૧ ફૂટ નવું પાણી આવ્યું હતું.


રાજકોટ સિંચાઈ વિભાગના ફલડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં છૂટાછવાયા ઝાપટાં વરસતા ન્યારી-૨માં ૧.૩૧ ફૂટ, ઉંડ-૨માં ૦.૧૬ ફૂટ અને ત્રિવેણીઠાંગા ડેમમાં ૦.૩૩ ફૂટ નવું પાણી આવ્યું છે. તદઉપરાંત સાત ડેમ સાઈટ પર વરસાદ વરસ્યો હતો જેમાં વેણુ-૨ ઉપર પાંચ મીમી, આજી-૧ ઉપર ૧૫ મીમી, વાછપરી ઉપર ૧૫ મીમી, ન્યારી-૧ ઉપર ૧૭ મીમી, લાલપરી તળાવ ઉપર ૩૦ મીમી, છાપરવાડી-૧ ઉપર ૧૦ મીમી, ત્રિવેણીઠાંગા ડેમ ઉપર ૧૫ મીમી પાણી વરસ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS