વિસાવદરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો: ખેડૂતોમાં આનંદની લાગણી

  • July 13, 2021 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદરમાં ગતરોજ બપોરે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો અષાઢી બીજનું વ‚ણદેવ શુકન સાચવતા અને સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેર તથા આજબાજુના લોકો તથા વિવિધ સંસ્થાઓ તરફથી વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેંચાતા પાણીનો પ્રશ્ર્ન ઉભો થતો વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, મેડિકલ સાધન સેવા કેન્દ્રના ચંદ્રકાંત ખુવા, જે.પી.છતાણી, કરશનભાઇ વાડદોરીયા, એડવોકેટ નયનભાઇ જોશી, ધી‚ભાઇ વાઘેલા તથા વિસાવદર અનેક વેપારીઓ પત્રકારો તથા અનેક સેવાભાવી યુવાનો દ્વારા પગપાળા ચાલી સુપ્રસિધ્ધ સત્તાધાર આપાગીગાની જગ્યા તથા ભૂતબાપાની જગ્યામાં શીશ ઝૂકાવી વિસાવદર વિસ્તારમાં સારો વરસાદ આવે તેવી પ્રાર્થના ખરા દીલથી કરેલ હતી અને તે પ્રાર્થના જાણે આપાગીગા, ભૂતબાપા તથા વરુણદેવે સાંભળી સ્વીકારી લીધેલ હોય તેમ ચોવીસ કલાકમાં વિસાવદર વિસ્તારમાં વરસાદ વરસી જતાં ખેડૂતો તથા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS