ચાઇનામેનના નામથી પ્રખ્યાત આ ભારતીય ખેલાડી  ક્રિકેટ છોડવા માંગતા હતા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ટીમના સ્ટાર બોલર કુલદીપ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં 14 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો. 2005માં ખાનપુરમાં ઉબડ-ખાબડ મેદાન પર ક્રિકેટની સફરની શરૂઆત કરનારા નાનકડા બાળક હવે ભારતીય વન ડે અને ટી-20 ટીમના સભ્ય બની ચૂક્યા છે. કુલદીપ યાદવ ભારતના એવા પહેલા બોલર છે જે ચાઈનામેન સ્ટાઈલમાં બોલિંગ કરે છે, તો ચાલો જાણીએ તેમના વિશે ખાસ બાબતો.

 

કુલદીપે પોતાના કેરિયરની શરૂઆત ઝડપી બોલિંગ થકી કરી હતી કે જ્યારે તેમણે કાનપુરમાં એકેડમી જોઈન કરી હતી. કોચ કપિલ પાંડે તેમને ઝડપી બોલરની બદલે સ્પિન બોલર બનવાની સલાહ આપી હતી. ત્યારબાદ કુલદિપના કેરિયરમાં નિર્ણાયક તબક્કો આવ્યો હતો. તેઓ પહેલીવાર 2004માં અંડર-19 વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં આવ્યા, દુબઈમાં થયેલા વર્લ્ડ કપમાં તેમણે સ્કોટલેન્ડની વિરુદ્ધ હેટ્રિક કરી હતી. તેમણે 14 વિકેટ ઝડપી અને તે સાથે જ વર્લ્ડ કપ માં સંયુક્ત રૂપે બીજા નંબરના સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ચૂક્યા હતા.

 

કુલદીપે 21 સપ્ટેમ્બર 2017 ના રોજ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ કલકત્તાના ઈડન ગાર્ડનમાં હેટ્રિક કરી હતી, અને ચેતન શર્મા તથા કપિલદેવ પછી વન-ડેમાં સૌથી વધુ હેટ્રિક લેનારા તેઓ ત્રીજા ભારતીય બોલર બની ચૂક્યા હતા, ઓસ્ટ્રેલિયા સામે ૩૩મી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા દડા પર ક્રમશઃ બેડ અને પેસ્ટ કમિન્સની વિકેટો ઝડપી હતી આ અગાઉ 2014માં અંડર 19 ક્રિકેટ વિશ્વ કપમાં સ્કોટલેન્ડની વિરુદ્ધ પણ તે હેટ્રિક કરી ચૂક્યા હતા. તે મેચમાં તેઓએ 10 ઓવરમાં 28 રન આપી અને ચાર વિકેટ ઝડપ્યા હતા. હવે આ મુકામ હાંસલ કરનાર તેઓ પ્રથમ ભારતીય બોલર બની ચૂક્યા છે.

 

કુલદીપને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે અત્યંત લગાવ હતો, તેમજ ક્રિકેટમાં જ તે પોતાનું ભવિષ્ય બનાવવા માગતા હતા. તેમના ક્રિકેટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમનો પરિવાર કાનપુર વસ્યો હતો. તેમજ કુલદિપ શરૂઆતમાં બોલર બનવા માગતા હતા પરંતુ તેના નાનપણના કોચ કપિલ પાંડે તેમને ચાઈના મેન બોલર બનવાની સલાહ આપી હતી.


કુલદિપ ક્રિકેટના પ્રારંભિક દિવસોમાં ટીમમાં પસંદગી પામ્યા ન હોય નિરાશ થયા હતા તેમણે તો ક્રિકેટ છોડવા માટે નો પણ નિર્ણય કરી લીધો હતો. પરંતુ બેનના સમજાવ્યા બાદ પરંતુ બેનના સમજાવ્યા બાદ તેને ફરીથી ક્રિકેટ તને જ લક્ષ્ય બનાવ્યું હતું. અને આજે તેઓ આ મુકામ પર પહોંચ્યા છે જ્યાં પહોંચવાનું સ્વપ્ન દરેક ખેલાડી જોતા હોય છે. કુલદિપ દરેક પરિસ્થિતિમાં બોલને ફેંકી શકે તેવા બોલર છે, અને 2019 વર્લ્ડકપ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો પણ રહી ચૂક્યા છે.

 

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરનારા કુલદિપ ભારતના બીજા અને એકમાત્ર સ્પિનર છે કે જેઓએ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સમક્ષ કર્યો છે. સાઉથ આફ્રિકાના ઇમરાન તાહિર અને શ્રીલંકાના અજંતા મેન્ડીસને પણ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાંચ વિકેટ લઇ ચુકયા છે, ત્યારે કુલદિપ એવું કરવાવાળા દુનિયાના ત્રીજા સ્પિનર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS