એકવાર પોઝિટિવ આવ્યા હોય તે ફરીથી ન કરાવે આરટી–પીસીઆર ટેસ્ટ

  • May 06, 2021 12:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાયરસ ની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન રોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં કોરોના વેકસીન અને તપાસ ને લઈ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આજે કોરોના તપાસને લઈ નવી એડવાઇઝરી બહાર પાડી છે. તેમાં લેબોરેટરીના ભારણને ઓછો કરવા માટે આરટી–પીસીઆર તપાસને શકય એટલી ઓછી કરવા અને રેપિડ એન્ટિજન ટેસ્ટને વધારવાની વાત કહેવામાં આવી છે.

 

 


આઇસીએમાઆરનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન તપાસ કરનારી લેબોરેટરીઓ ખૂબ દબાણમાં કામ કરી રહી છે. એવામાં વધતા કોરોના કેસોને જોતાં તપાસના લયને પૂરો કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કારણ કે લેબોરેટરીઓનો પણ કેટલોક સ્ટાફ સંક્રમિત થાય છે. આઇસીએમઆરએ પોતાની નવી એડવાઇઝરીમાં કહ્યું છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટને કોરોના ટેસ્ટ માટે જૂન ૨૦૨૦માં અપનાવ્યું હતું. હાલના સમયમાં આ કન્ટેનમેન્ટ ઝોન અને કેટલાક હેલ્થ સેન્ટર ઉપર જ સીમિત છે. આ ટેસ્ટનો ફાયદો એ છે કે તેનાથી ૧૫થી ૨૦ મિનિટમાં જ કોરોના વિશે જાણી શકાય છે. એવામાં દર્દીને જલ્દી સાજા થવામાં પણ મદદ મળે છે.

 

 


આઇસીએમઆરની ભલામણો...
૧. જે લોકોને એક વાર આરટી–પીસીઆર કે રેપિડ એન્ટીજન ટેસ્ટની તપાસમાં સંક્રમણ હોવાનું સામે આવ્યું હતું, તેમણે બીજી વાર આરટીપીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ.
૨. હોસ્પિટલોમાં કોરોના સંક્રમણથી મુકત થયા બાદ રજાના સમયે દર્દીઓના ટેસ્ટ કરાવવાની જર નથી.
૩. લેબોરેટરીઓ પર દબાણ ઓછું કરવા માટે આંતરરાય પ્રવાસ કરનારા સ્વસ્થ લોકોના આરટી–પીસીઆર ટેસ્ટની અનિવાર્યતાને પૂરી રીતે હટાવવી જોઈએ.
૪. લૂ કે કોવિડ–૧૯ના લક્ષણવાળા લોકોને બિનજરી મુસાફરી અને આંતરરાય પ્રવાસ કરવાથી બચવું જોઈએ. તેનાથી સંક્રમણનો પ્રસાર ઓછો થશે.
૫. કોરોનાના તમામ લક્ષણ વગરના લોકોને પ્રવાસ દરમિયાન કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
૬. રાયોને આરટી–પીસીઆર ટેસ્ટને મોબાઇલ સિસ્ટમના માધ્યમથી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS