કેન્દ્ર સરકારની બીજી વર્ષગાંઠ પર લોકોને મળશે મફત ગેસ કનેકશનની ગિફ્ટ

  • May 29, 2021 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના સંક્રમણ ના પડકાર અને એક પછી એક ચક્રવાતના પ્રહાર વચ્ચે કેન્દ્ર સરકાર પોતાની બીજી વર્ષગાંઠ નિમિત્તે ગરીબ લોકોને અને પ્રવાસી મજૂરોને મોટી ગિફ્ટ આપવા માગે છે અને એક કરોડ જેટલા ગેસ કનેક્શન મફત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

 

સરકારના અંતરંગ વર્તુળોએ એવી માહિતી આપી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારો અને પ્રવાસી મજૂરોને મફતમાં ગેસ કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવશે અને આ માટે સમગ્ર રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે.

 

આ સમગ્ર ઓપરેશનને પાર પાડવા માટે સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ મફત ગેસ કનેક્શન આપવાની શરૂઆત કરવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે બીજી વર્ષગાંઠ નિમિત્તે ગરીબ પરિવારો અને પ્રવાસી મજૂરોને યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

 

બજેટ બાદ આ યોજનાનો અમલ થઇ શકયો ન હતો કારણ કે પાંચ રાજ્યોની ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો હતો અને આચાર સંહિતાનું પાલન કરવા માટે આ યોજનાને અટકાવી દેવામાં આવી હતી પરંતુ હવે ઝડપથી તેનો અમલ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ઓઇલ કંપનીઓ દ્વારા તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે.

 

૩૦મી મેના રોજ કેન્દ્રની સરકાર ૨ વર્ષ પૂરા કરી રહી છે અને તેની ખુશાલીમાં ગરીબ પરિવારો અને પ્રવાસી મજૂરોને મફત ગેસ કનેક્શન મળશે અને એક કરોડ જેટલા આવા કનેક્શન મફતમાં આપવામાં આવશે.

 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં કરોડો લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે અને ગરીબ પરિવારોને મોટી રાહત કરી દેવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021