એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાતની માથે કરોડો રૂપિયાનું દેવું

  • March 04, 2021 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ભલે વિકાસ મામલે ગતિ કરી રહ્યું હોય, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત પણ દેવાદાર છે. ગુજરાત ના માથે કરોડોનું દેવુ છે. વર્ષ ૨૦૧૯– ૨૦ સુધી ગુજરાત પર . ૨,૬૭,૬૫૦ કરોડનું દેવું થઈ ગયું છે. વિવિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે લેખિતમાં કબૂલાત કરી હતી. તો સાથે એ માહિતી પણ અપાઈ કે, લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવાય છે. તો ૩૧ માર્ચ ૨૦૨૧ ના ફાઈનાન્શિયલ વર્ષ પછી ગુજરાતનું દેવુ વધીને ૩,૦૦,૯૫૯ કરોડ પર પહોંચી જશે. તો બે વર્ષ બાદ ૨૦૨૩–૨૪ સુધીમાં આ રકમ ૪,૧૦,૯૮૯ કરોડ પર પહોંચી જવાની શકયતા છે. બે વર્ષમાં ગુજરાતના માથા પરના દેવા ની રકમ વધી ગઈ છે.

 


નાણાંકીય સંસ્થાઓની લોન માટે ૩.૧૫થી ૮.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. બજાર લોન માટે ૬.૬૮થી ૯.૭૫ ટકા વ્યાજ ચૂકવાય છે. કેન્દ્રીય દેવા માટે ૦થી ૧૩ ટકા વ્યાજ ચૂકવાય છે. તો  લોન માટે ૯.૫૦થી ૧૦.૫૦ ટકા વ્યાજ ચૂકવાય છે. ગુજરાતના માથા પર આટલુ દેવુ કેવી રીતે વધ્યુ તે વિશે જાણીએ તો, મોટાભાગનું દેવુ એક જ વર્ષમાં થયું છે. ૨૦૨૦–૨૧ના વર્ષમાં કેન્દ્ર પાસેથી લીધેલી લોન, બજાર લોન, પાવર બોન્ડ પે તેમજ નાણાંકીય સંસ્થાઓ તથા બેંકો પાસેથઈ લીધેલી લોન અંતર્ગત આ રૂપિયા વધ્યા છે.

 


ગાંધીનગર ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતે અન્ય રાયો પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તે માહિતી પણ મળી હતી. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે કરોડો રૂપિયા પડોશી રાયો પાસેથી લેવાના બાકી છે. જે મુજબ, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી ૪૭૬૪.૩૫ કરોડ રૂપિયા લેવાના બાકી છે. મહારાષ્ટ્ર્ર પાસેથી ૧૬૨૭.૬૬ કરોડ અને રાજસ્થાન પાસેથી ૫૪૨.૧૮ કરોડ રૂપિયા લેવાના બાકી છે. આમ, કુલ ૬૯૩૪.૧૯ કરોડ રૂપિયા ગુજરાતે ત્રણ પાડોશી રાયો પાસેથી લેવાના બાકી છે.

 


તો બીજી તરફ, જીએસટીના વળતર પેટે ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે ૨૧૭૮૭.૫૫ કરોડ રૂપિયાનું વળતર લેવાનું નીકળે છે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ની સ્થિતિએ ૨૧૭૮૭.૫૫ કરોડ પિયાનું વળતર લેવાનું નીકળે છે. કેન્દ્ર સરકારે જીએસટી વળતર પે ૫ ઓકટોબર ૨૦૨૦ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં અનુક્રમે ૧૪૬૮.૯૩ અને ૧૪૬૮.૯૩ કરોડ મળી કુલ ૨૯૩૭.૮૬ કરોડ વળતર ચૂકવાયુ છે. રાયને જીએસટી વળતરના બદલે ૭૨૨૫.૩૬ કરોડની લોન મળી છે. હજી ૧૧૬૨૪.૩૩ કરોડનું વળતર સરકારે લેવાનું નીકળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS