વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે CM ભુપેન્દ્ર પટેલ મિયાવાકી પદ્ધતિથી બનાવેલ ફોરેસ્ટ શિલ્ડ કરશે લોન્ચ

  • June 05, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પર્યાવરણ દિવસ હોવાથી ગુજરાતમાં બનાસકાંઠાના અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવશે.જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે. માં અંબાના દર્શના કરી 20 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરશે.તેમજ મિયાવાકી પદ્ધતિથી બનાવેલ ફોરેસ્ટ શિલ્ડ લોન્ચ કરશે. અને CM ભૂપેન્દ્ર પટેલ ગબ્બરની તળેટીમાં સભાને સંબોધશે. ગાંધીનગરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં 2 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરશે. જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં 20 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મુખ્યમંત્રી સૌ પ્રથમ મા અંબાના ચરણોમાં નમન કરશે અને મા અંબાના દર્શન બાદ કાર્યક્રમમાં હાજરી આપશે.


મિયાવાકી પદ્ધતિથી બનાવેલ ફોરેસ્ટ શિલ્ડ લોન્ચ કરશે અને CM ભૂપેન્દ્ર પટેલ ગબ્બરની તળેટીમાં સભાને સંબોધશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રાગડ ગામમાં ‘ક્લીન અમદાવાદ, ગ્રીન અમદાવાદ’ અંતર્ગત ઉજવણી કરશે અને CM ત્રાગડમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરશે. તેમજ મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરશે અને વૃક્ષો બચાવવાનો સંદેશ આપશે.


ગાંધીનગરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ચરેડીથી જીઇબી સુધી ફોરેસ્ટ કવચ શરૂ કરવામાં આવશે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ વૃક્ષારોપણ કરશે. ગાંધીનગરમાં 2 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. ચરેડીમાં એક હેક્ટરમાં 10 હજાર વૃક્ષો વાવવામાં આવશે. તેમજ શાળા, કોલેજો અને ખાનગી સંસ્થાઓમાં પણ કાર્યક્રમો યોજાશે. જેમાં ફોરેસ્ટ કવચની થીમ પર વૃક્ષારોપણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application