ચૈત્રના પ્રારંભે ઢળતી સાંજે ભાવનગરમાં વાદળો છવાયા

  • March 26, 2020 10:01 AM 89 views

ભાવનગરમાં સોમવારે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડાકા, ગાજવીજ સાથે જિલ્લામાં કમોસમી વરસાદ પણ પડો હતો . મંગળવારે વાતવરણ સામાન્ય બન્યા બાદ બુધવારે પાછો વાતાવરણમાં પલ્ટો જોવા મળેલ જેથી ચિંતા વધી હતી.કોરોનાના કહેર વચ્ચે ઋતુફેર થવાથી અન્ય રોગચાળો પણ ફેલાવાનો ભય ઉભો થયો છે.
 દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેર વચ્ચે વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. ગઈ કાલે બુધવારે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છ અને ગુજરાતમાં વાદળો છવાતા લોકોની ચિંતા વધી હતી.હવામાન વિભા દ્રારા પણ આગામી ૨૬મી માર્ચ સુધીમાં માવઠું થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને તેને સંલ પાકિસ્તાનમાં સાયકલોનિક સકર્યુલેશન સર્જાતાં વાતાવરણમાં પલટો આવી શકે છે. રાયના બનાસકાંઠા, સૌરાષ્ટ્ર્રના દ્રારકા અને કચ્છમાં વરસાદ પડી શકે છે.૨૬મી માર્ચે સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, કચ્છમાં યારે ૨૭મી માર્ચે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરત, આણંદ, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ચૈત્ર માસના પ્રારંભે જ વાતાવરણમાં પલટો અને કમોસમી માવઠાની શકયતાના કારણે ખેડૂતવર્ગની ચિંતામાં પણ વધારો થયો છે.