જ્યારે પણ આપણા જીવનમાંથી કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનું નિધન થાય છે, ત્યારે આ દુઃખને સ્વીકારવામાં આપણને ઘણા મહિનાઓ અને ક્યારેક વર્ષો લાગે છે. પોતાના સ્વજનનું દુનિયા છોડવાનું દુ:ખ એટલું અઘરું છે કે કોઈ સહેલાઈથી સ્વીકારી શકતું નથી. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ ખૂબ જ ગાઢ બની ગયો હોય, તો તે વધુ પીડાદાયક બની જાય છે.
આ દુનિયામાંથી તેમના પ્રિયજનોના ગયા પછી લોકો ઘણીવાર શોક વ્યક્ત કરે છે, પરંતુ એક મહિલાએ તેના પતિના મૃત્યુ પછી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં લોકો હસતા અને ખેલતા જોવા મળ્યા અને બાળકો પણ રમતા અને કૂદતા જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ન તો કોઈના આંસુ હતા અને ન તો કોઈના ચહેરા પર દુખ હતું. અંતિમ યાત્રા કરતાં અહી પાર્ટીનો માહોલ વધુ જોવા મળ્યો હતો.
કેટી યંગ નામની 40 વર્ષીય મહિલાના પતિ બ્રાન્ડોનનું મૃત્યુ સ્ટ્રોકના કારણે થયું હતું. રિપોર્ટ અનુસાર કેટીને ત્રણ બાળકો છે, જેમની ઉંમર 12, 10 અને 8 વર્ષ છે. કેટી ઇચ્છતી ન હતી કે બાળકો તેમના પિતાના મૃત્યુના કારણે આઘાતમાં જાય પરંતુ તેમને તેમના પિતા સાથે વિતાવેલા સારા સમયને યાદ કરવો જોઈએ. આવી સ્થિતિમાં, ચર્ચમાં આંસુભર્યા ભાષણ અને ઉદાસી વાતાવરણને બદલે, તેણે એક પાર્ટીનું આયોજન કર્યું જેમાં તેના પતિને ખુશીથી યાદ કરી શકાય.
તેણે 500 મહેમાનો સાથેની આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આમાં એક કિલ્લો, કલા અને હસ્તકલાની વસ્તુઓ અને તેના પતિની મનપસંદ ચિપ્સ અને ડીપ્સનો સમાવેશ થાય છે. તેમની કલા અને આલ્બમ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને મહેમાનોને આ વસ્તુઓ ગુડી બેગમાં આપવામાં આવી હતી. આટલું જ નહીં સંગીતના શોખીન પતિનું પ્રિય સંગીત પણ વગાડવામાં આવ્યું હતું. પાર્ટી તેના ઘરે રાખવામાં આવી હતી કારણ કે તેના પતિને આ જગ્યા અને તેના પરિવારને ખૂબ પ્રેમ હતો. બાળકો હસતા અને રમતા રહ્યા અને કેટી કહે છે કે આનાથી તેના પતિની આત્મા ખુશ થઈ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech