મલાઈકા અરોરા સાથે સંબંધ પર અર્જુન કપૂરએ કહ્યું, મારી ગર્લફ્રેન્ડ મારા મનની વાત કહ્યા વિના સમજી જાય છે

  • June 03, 2021 09:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત કપલ છે. આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો, વેકેશન અને એકબીજા માટેની ખાસ પોસ્ટ્સના કારણે ચર્ચામાં રહે છે. તેમના સંબંધો વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. તેવામાં આ દંપતીએ આખરે 2019 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી દીધી હતી. જો કે ત્યારબાદ પણ અર્જુન કપૂર સંબંધો વિશે જાહેરમાં ચર્ચા કરવાનું ટાળતો રહ્યો પરંતુ હવે રેડિયો હોસ્ટ સાથેની વાતચીતમાં અભિનેતાએ તેના ચાહકોને માલાઇકા સાથેના તેના સંબંધો અને તેઓ જે ખાસ બોન્ડ શેર કરે છે તેના વિશે વાત કરી હતી.

 

અર્જુને આ મુલાકાતમાં મલાઈકાને તેની ગર્લફ્રેન્ડ ગણાવતાં ખુલાસો કર્યો હતો કે, તે તેને સારી રીતે જાણે છે. તેણે કહ્યું કે મલાઇકા તેના મનમાં શું છે તે સરળતાથી સમજી શકે છે, ભલે તેણે તે વાત તેનાથી છુપાવી હોય. અર્જુને કહ્યું હતું કે, 'મારી ગર્લફ્રેન્ડ મને અંદરથી જાણે છે. જો હું કંઈ તેનાથી છુપાવું તો પણ તે જાણી શકે છે કે મારો ખરાબ દિવસ છે અથવા કોઈ વાત પર મૂડ ખરાબ છે તો તે સરળતાથી સમજી શકે છે. '

 

અર્જુને તેના સંબંધો વિશે ક્યારેય વધારે ખુલીને વાત કરતો નથી. તેને જ્યારે પણ આ રીતે પ્રશ્ન કરવામાં આવ્યો છે તેણે અંગત જીવન વિશે વાત કરવાનું ટાળ્યું છે. આ અંગે અભિનેતાનું કહેવું છે કે, 'મને લાગે છે કે તમારે તમારા પાર્ટનરનું સન્માન કરવું જોઈએ, અને ભૂતકાળની હું એવી સ્થિતિમાં રહી ચુક્યો છું કે જ્યાં મેં જાહેર થયેલા સંબંધોની સ્થિતિ જોઈ છે તે હંમેશાં ખૂબ સારી હોતી નથી. તેની અસર બાળકો પર થાય છે. તેથી સંબંધમાં હંમેશા આદરણીય સીમા જાળવવાનો પ્રયાસ કર્યો છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS