૫ જુનના રોજ બીજું ચન્દ્રગ્રહણ, અશુભ યોગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યોતિષની દ્રષ્ટિએ જૂન મહિનો ખાસ છે કારણકે કોરોનાવાયરસ મહામારીની વચ્ચે એક સાથે બે ગ્રહણ થવા જઈ રહ્યા છે 5 જૂનના દિવસે આ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ જોવા મળશે જ્યારે ૨૧ જૂનના રોજ આ વર્ષનો પ્રથમ સૂર્ય ગ્રહણ જોવા મળશે.

 

લગભગ છ વર્ષ બાદ એવો યોગ આવે છે જ્યારે શનિ ગ્રહ મકર રાશિમાં વક્રી હોય એકસાથે ચંદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ સાક્ષી થવા મળે છે. 1962માં પણ એક આવો જ સંયોગ બન્યો હતો ત્યારે 17 જુલાઈએ ચંદ્રગ્રહણ અને 31 જુલાઈના રોજ સૂર્યગ્રહણ જોવા મળ્યા હતા.

 

ગ્રહણ સાથે પૃથ્વીનો ખુબ જુનો સંબંધ છે. એક તરફ જ્યાં દર વર્ષે ગ્રહણ જોવા મળે છે, ત્યારે જે વર્ષમાં ચાર કે તેનાથી વધારે ગ્રહણ થાય છે એ વર્ષને જ્યોતિષીઓ અનિષ્ટકારક વર્ષ ગણાવે છે. આ વર્ષમાં પ્રાકૃતિક આપદાઓની સાથે સાથે લોકોને મહામારીનો પ્રકોપ પણ ભોગવવો પડે છે.

 

વર્ષ 2020 એક એવું વર્ષ છે. જેમાં 6 ગ્રહણનો સાક્ષી બનવાનો પૃથ્વીનો તેમજ પૃથ્વીવાસીઓનો વારો આવ્યો છે.10 જાન્યુઆરીએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે ત્યારે 5 જૂનના બીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. 21 જૂને આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ જોવા મળશે, 5 જુલાઈ તેમજ 30 નવેમ્બરે ફરીથી ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યા છે, તેમજ 14 ડિસેમ્બરે આ વર્ષનો આખરી સૂર્ય ગ્રહણ જોવા મળશે, એટલે કે આ વર્ષે ચાર ચંદ્રગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ જોવા મળશે. જેને જ્યોતિષની દૃષ્ટિએ શુભ યોગ માનવામાં આવતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS