ઓમ ટ્રેનીંગ સેન્ટરને તાલીમ સંસ્થા માટે મળ્યું દાન

  • March 16, 2023 10:35 PM 

તાજેતરમાં ઓમ ટ્રેનિંગ સેન્ટર, મનોદીવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થાના આધુનિક, સુવિધા સભર નવા ભવનનુ ભુમીપુજન ભૂમિના દાતા ભીખુભા હરિસિંહ વાઢેર તથા તેમના ધર્મપત્નિ ગજરાબા વાઢેર, જાણીતા ઉદ્યોગપતિ અને સંસ્થાના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ સોમાણી તથા તેમના ધર્મપત્નિ સીમાબેન ધનશ્યામ સોમાણી તથા આ સંસ્થાના સંચાલિકા ડીમ્પલબેન નિતિનભાઇ મહેતાના હસ્તે કુંભ મુકી ભુમી પુજન  કરવામાં આવેલ.

​​​​​​​આ સંસ્થાના સ્થાપક અને સંચાલિકા ડિમ્પલબેન મહેતાનું છેલ્લા ધણા વર્ષથી એક સ્વપન હતું કે જામનગર શહેરમાં એક  મનોદીવ્યાંગો માટે ભવ્ય તાલીમ સંસ્થા બનાવવી.


આ સપનાને સાકાર કરવામાં શ્રી સ્વામીનારાયણ ટ્રાન્સપોર્ટ વાળા દાતા ભીખુભા હરીસીંહ વાઢેરે  આ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાને જરૂરી સમપૂણે ભૂમિદાન આપેલ છે. ભીખુભા હરીસીંહ વાઢેરના સહયોગથી ડિમ્પલબેનનું આ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે.
આ ભુમીપુજનમાં  આશાબેન દવે,  ગીરીશ ભાઈ મહેતા, નીલમબેન મહેતા,  ભીખુભાઈ બાવરીયા, કૈલાશબેન બાવરીયા, શ્રીમતિ મનીષાબેન પારસભાઈ ગાંધી, રોહીતભાઈ  જોષી, જયશ્રીબેન  જોષી પ્રો.પી.બી જાડેજા તેમજ કે.બી જાડેજા તેમજ ધર્મેન્દ્રસીંહ ઝાલા તેમજ સાંદીપની વિદ્યાનીકેતનના પ.પુ.રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના શિષ્ય  શાસ્ત્રીજી જગદીશ ભાઈ.પી  આચાર્ય તેમજ વિદ્વાન  ભૂદેવની સાથે વેદોકત વિધીથી ભૂમી પુજન એવમ ખાત મુહૂર્તને પુજા કરાવેલ તેમજ ઑમ ટ્રેનિંગ સેન્ટરના બાળકો તથા અન્ય સ્ટાફે હાજર રહી શુભેચ્છા પાઠવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application