રામ અને સીતાના લગ્ન સહિતના પુરાવા રૂપ મંદિર આવેલા છે નેપાળમાં, ભારત સાથે સદીઓ પુરાણોથી નાતો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત અને નેપાળના સંબંધમાં ભલે કેટલીક બાધાઓ આવી ગઈ હોય પરંતુ આ બંને દેશોની વચ્ચે યુગો યુગોથી બેટી રોટીનો સબંધ ચાલ્યો આવે છે. જેનો પુરાવો પૌરાણિક ગ્રંથોમાં જ નહીં પરંતુ નેપાળમાં આવેલા મંદિરોમાં સ્વયં મળી આવે છે. ચાલો આ મંદિરો વિશે જાણીએ.

 

મિથિલાની દીકરી સીતા બની કૌશલપુરની વહુ

 

રાજા જનકના શાસનકાળમાં મિથિલા ક્ષેત્રમાં બિહારથી સીતા મઢી સુધી લઈ અને જનકપુર સુધી નું ક્ષેત્ર આવતું હતું. દેવી સીતાનું  ભૂ મિમાંથી પ્રાગટ્ય સીતા મઢીના પુનોરા ગામમાં થયું હતું. જ્યારે તેનું પાલન-પોષણ જનકપુરમાં થયું હતું. આજે જનકપુર નેપાળમાં સ્થિત છે જ્યાં દેવી સીતાનું પ્રાચીન મંદિર આવેલું છે. કહેવામાં આવે છે કે આ સ્થાન પર રાજા જનકનો મહેલ પહેલા આવેલો હતો. અહીં દેવી સીતાએ વિવાહ પહેલા પોતાના સમય વિતાવ્યો હતો. મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની ઈશ્વરની પ્રતિમા  1657મા મળી આવી હતી. આ સ્થાનની શોધ એક સન્યાસી સુરકિશોરદાસજી એ કરી હતી. આજે પણ દર વર્ષે વિવાહ પંચમીના અવસર પર અયોધ્યાથી નેપાળ અને જનકપુર સુધી જાન લઈને જવાની પરંપરા છે જેને ભગવાન રામ અને દેવી સીતાના વિવાહની વર્ષ ગાંઠના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે.

 


અદભુત છે ધનુષા ધામની વાર્તા

 

ધનુષા ધામનો સંબંધ ત્રેતાયુગ સાથે છે. પ્રાચીન માન્યતા પ્રમાણે જ્યારે પ્રભુ શ્રીરામે શિવ ધનુષ તોડ્યું હતું ત્યારે ધનુષનો એક ટુકડો આકાશમાં, બીજો ટુકડો પાતાળમાં અને ત્રીજો ટૂકડો ધરતી પર પડ્યો હતો. જે ટુકડો ધરતી પર પડ્યો હતો તે સ્થાનને ધનુષા ધામ નામે ઓળખવામાં આવે છે, જે નેપાળમાં આવેલું છે. ત્યારથી લઈને આ સ્થાન પર ભગવાન શંકરના પિનાક ધનુષ ના અવશેષો નું પૂજન અર્ચન કરવાનો ક્રમ ચાલ્યો આવે છે.

 

આ મંડપમાં શ્રી રામ અને સીતાના વિવાહ થયા હતા

 

નેપાળમાં આવેલા મણીમંડપનો સંબંધ પણ દેવી સીતા અને શ્રી રામ સાથે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં મિથિલા નરેશ જનકજીના દરબારમાં રામજી દ્વારા ધનુષભંગ બાદ અયોધ્યામાં જાન આવી હતી. શ્રીરામ સહિત ચાર ભાઈઓના લગ્ન થયા હતા. જે સ્થાન પર જનકપુરમાં મણીઓથી સજ્જ  યજ્ઞ મંડપ આવેલ છે તે રાની બજાર પાસે આવેલો મણી મંડપ છે. તેની નજીક એક પોખરછે જેને લઇને માન્યતા છે કે અહીં ચાર ભાઈઓના ચરણ પખાળવા માં આવ્યા હતા, સાથે જ વિવાહની વેદી બનેલી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS