ઇપીએફનો જૂનો દર ઓગષ્ટથી

  • July 31, 2020 10:41 AM 425 views

કોરોના મહામારી દરમિયાન સરકાર તરફથી કંપનીના માલિક અને તેના કર્મચારીઓને રાહત આપવા માટે સરકારે મે, જૂન અને જુલાઇ એમ ત્રણ મહિના માટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફડં (ઇપીએફ)ના યોગદાનમાં ચાર ટકાનો ઘટાડો કર્યેા હતો જે હવે ઓગસ્ટથી જૂનો દર લાગુ પડશે.


મે મહિનાની શઆતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઇપીએફ યોગદાનમાં ત્રણ મહિના માટે ચાર ટકાનો ઘટાડો કર્યેા હતો જેને કારણે ૬.૫ લાખ કંપનીના કર્મચારીઓને દર મહિને . ૨,૨૫૦ કરોડનો લાભ મળ્યો હતો. નિયમ પ્રમાણે કર્મચારી અને માલિકે બેઝિક સેલેરી અને ડીઅરનેસ અલાઉન્સ (ડીએ)ના ૨૪ ટકા અને ૧૨ ટકા ઇપીએફમાં યોગદાન આપવાનું હોય છે. આ યોગદાનનો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફડં ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્રારા નિવૃત્ત કર્મચારીને પેન્શનના પે લાભ આપવામાં આવે છે. ઉકત દરમાં ચાર ટકાનો (માલિકના યોગદાનમાં બે ટકા અને કર્મચારીના યોગદાનમાં બે ટકા)નો ઘટાડો કરાયો હતો જેથી કર્મચારીને વધુ પગાર મળી શકે. આવતા મહિને ઓગસ્ટથી ફરી જૂના દર પ્રમાણે પીએફ કપાશે. આ અંગેની જાહેરાત કરતા શ્રમ મંત્રાલય તરફથી જણાવાયું હતું કે કર્મચારીઓ ઇચ્છે તો આગામી ત્રણ મહિના સુધી પીએફમાં તેમનું યોગદાન ૧૦ ટકાથી વધુ કરાવી શકે છે, પરંતુ માલિકોને વધુ યોગદાન કરવાની જર નથી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application