વૃદ્ધ મહિલાએ હજ માટે એકત્ર કરેલા 5 લાખ રૂપિયા કર્યા કોરોના માટેના રાહત ફંડમાં

  • March 31, 2020 12:27 PM 390 views


 
ભારતમાં ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સથી લઈ સામાન્ય લોકો પણ કોરોના વાયરસના વધતા જતા ચેપનો સામનો કરવા માટે મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેવામાં પ્રેરણારુપ બની છે જમ્મુ-કાશ્મીરની એક વૃદ્ધ મુસ્લિમ મહિલા. આ મહિલાએ પોતાની હજ માટે એકઠા કરેલા 5 લાખ દાન કર્યા છે.   

 

જમ્મુ-કાશ્મીરના એલજીના સલાહકાર ફારૂક ખાનના માતા ખાલિદા બેગમે સેવા ભારતીને પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. કોરાના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન સેવા ભારતી સંસ્થાના કામથી 87 વર્ષની ખાલિદા બેગમ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે હજ યાત્રા માટે રાખેલા પાંચ લાખ રૂપિયા દાન કરી દીધા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application