વાવાઝોડાને પગલે અધિકારીઓ–કર્મચારીઓની રજાઓ રદ

  • May 15, 2021 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ ૧૭ અને ૧૮ ના રોજ રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અને તોફાની પવન ફંકાવાની ચેતવણીના પગલે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ કલેકટરો મામલતદારો વગેરેની તાકીદની બેઠક બોલાવી જર પડે બચાવ અને રાહતની કામગીરીમાં લાગી જવાનું આયોજન ઘડી કાઢુ હતું.

 


વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી છે તમામને હેડ કવાર્ટરમાં જ રહેવા માટે સુચના આપવામાં આવી છે અને અગાઉ જે રજા પર છે તેમને ટેલીફોન પર સુચના આપીને પરત બોલાવવામાં આવી રહ્યા છે.

 


વાવાઝોડાનો સૌથી વધુ ખતરો સૌરાષ્ટ્ર્રમાં હોવાના કારણે કેન્દ્ર સરકારે આજે સવારે ૧૧ વાગ્યે ખાસ ફલાઈટમાં પંજાબથી એનડીઆરએફની ટુકડીઓ મોકલી આપી છે જામનગરમાં આ પ્લેન આવ્યું હતું અને ત્યાંથી બાય રોડ એનડીઆરએફ ના જવાનોને સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા છે. બે ટુકડી જામનગરમાં જ રહેશે અને બે ટુકડી રાજકોટમાં રાખવામાં આવશે આ ઉપરાંત ભાવનગર કચ્છ અમરેલી પોરબંદર દ્રારકા અને ગીર–સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી છે.

 


કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ ખાતે એસઆરપીના ઘંટેશ્વર ખાતેના હેડકવાર્ટરમાં એક ટીમને રાખવામાં આવશે અને બીજી ટીમને ગોંડલ મોકલવામાં આવશે.

 


વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિ ના કારણે જો સ્થળાંતરની જર પડે તો તે માટેના સ્થળ અત્યારથી નક્કી કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જુદી–જુદી સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ નું લીસ્ટ તૈયાર કરી સ્થળાંતરિત લોકોને જમવા ચા–નાસ્તા સહિતની સગવડતા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તરવૈયાઓ નું લિસ્ટ પણ તૈયાર કરી દેવાયું છે અને જો જર પડે તો તેમને બચાવ રાહતની કામગીરી માં જોડવામાં આવશે.

 

 


ટૌકતે વાવાઝોડા સામે પીજીવીસીએલનું રેડ એલર્ટ: ૨૪x૭ કંટ્રોલ રૂમ ચાલુ
કોવિડ હોસ્પિટલો, વોટર વર્કસ સહિતની વીજળી ચાલુ રાખવા વિકલ્પિક વ્યવસ્થા: મેન પાવર અને મટિરિયલ્સ સ્ટોક તૈયાર

 


અરબી સમુદ્રમાં આવી રહેલું ટૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર્રના દરિયા કાંઠા સહિતના વિસ્તારોમાં સોમ–મંળવાર સુધીમાં આવી રહ્યું હોવાની હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં વીજળી પુરવઠાની જવાબદારી સંભાળતા પીજીવીસીએલ દ્રારા ખાસ કરીને કોવિડ સહિતની હોસ્પિટલો, પાણી પુરવઠા સહિતના સ્થળોની વીજળી ઉપરાંત આમ જનતા માટે પણ મુશ્કેલી ન પડે તે માટે સ કરી દેવામાં આવ્યું છે અને તત્રં દ્રારા ગઈકાલથી જ ૨૪ કલાક કંટ્રોલ રૂમ ફોન નં.૬૩૫૭૩૦૩૨૩૬ ચાલુ કરી દેવાયો છે.

 


આ અંગે ચીફ એન્જિનિયર ટેકનિકલ જે.જે.ગાંધીના જણાવ્યા મુજબ વાવાઝોડાની સંભાવના કારણે પીજીવીસીએલ તત્રં દ્રારા કંટ્રોલ રૂમ દ્રારા ચાપતી નજર રાખવા ઉપરાંત લોકોને વીજળી પુરવઠા ખોરવાય તો વહેલી તકે પુન: સ્થાપિત કરવા ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે જેમાં કોવિડ સહિતની હોસ્પિટલો, પાણી પુરવઠો તેમજ સરકારી કચેરીઓ સહિતના ફિડરોની વીજળી ઝડપથી પ્રસ્થાપિત કરવા માટે બાજુના ફિડરમાંથી ઉપરાંત જનરેટર સેટ પણ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ હોસ્પિટલોમાં ઓકિસજન, વેન્ટિલેટર સહિતના ઉપકરણો ચાલુ રહે તે માટે પણ તત્રં દ્રારા સૂચના આપવામાં આવી છે.

 


વીજ પુરવઠો ખોરવાય તેવા સંજોગોમાં જૂના અનુભવ પ્રમાણે જરૂર પડતા કેબલ, ટ્રાન્સફોર્મર, પોલ સહિતની વસ્તુઓ નજીકના સ્ટોરમાંથી ઉપલબ્ધ બને તેમ સૂચના આપવામાં આવી છે.

 


તમામ કાર્યવાહી માટે મેન પાવર અને મટિરિયલ્સ સહિતના કોન્ટ્રાકટરોને પણ કોઈપણ સમયે તૈયાર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ વાવાઝોડાથી સંભવિત પરિસ્થિતિમાં લોકોને વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો ફરીથી પુરો પાડી શકાય તે માટે તંત્રને સ કરવામાં આવ્યું છે.

 

 


વાવાઝોડાની આગાહીના પગલે શહેરમાં હોડિગ્સનું ચેકિંગ
આઉટડોર એડ એજન્સીઓ અને ખાનગી હોડિગ બોર્ડના માલિકોને સલામતીની તકેદારી લેવાની તાકિદ

 

 


સરકાર તરફથી તેમજ હવામાન વિભાગ તરફથી મળેલી વાવાઝોડા અંગેની સૂચનાના પગલે રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ બ્રાન્ચ દ્રારા સમગ્ર શહેરમાં હોડિગ્સનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ આઉટડોર એડ એજન્સીઓ અને ખાનગી હોડિગ બોર્ડના માલિકોને સલામતીની તકેદારી લેવાની તાકિદ સાથેનો પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો વાવાઝોડું ફંકાય અને કોઈપણ હોડિગ બોર્ડ ધરાશાયી થશે અને તેના લીધે કોઈપણ પ્રકારની જાનહાની કે માલહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોડિગ બોર્ડના માલિકની રહેશે.

 


વધુમાં એસ્ટેટ વિભાગે આઉટડોર એડ એજન્સીઓ અને ખાનગી હોડિગ બોર્ડના માલિકોને સંબોધીને જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સરકારના હવામાન વિભાગની સૂચના મુજબ આગામી તા.૧૭ના રોજ સૌરાષ્ટ્ર્રના વિસ્તારો પરથી ટૌકતે વાવાઝોડું પસાર થનાર છે અને આ વાવાઝોડું પસાર થનાર છે અને આ વાવાઝોડામાં પવનની ઝડપ પ્રતિ કલાકના ૧૦૦ કિલોમીટરથી પણ વધુ રહેવાની સંભાવના હોય જે ધ્યાને લેતા રાજકોટ શહેરમાં આવેલા તમામ હોડિગ બોર્ડની સલામતી સુનિિત કરવી અત્યતં આવશ્યક છે આથી તમામ એડ એજન્સીઓએ પોતાના હોડિગ બોર્ડની ચકાસણી કરી લેવાની રહેશે.

 


પરિપત્રમાં એવી પણ તાકિદ કરી છે કે, વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લેતા હોડિગ બોર્ડના ફલેકસ, પેનલ, સ્ટ્રકચર અચૂકપણે તપાસી લેવાના રહેશે અને જો વાવાઝોડાની સ્થિતિમાં સલામત રહી શકે તેવું સ્ટ્રકચર ન હોય તો તાત્કાલીક અસરથી હોડિગ બોર્ડ દૂર કરવાનું રહેશે. મોટી સાઈઝના ડિસ્પ્લેમાં સલામતીના ભાગરૂપે હોડિગ બોર્ડની વચ્ચેના ભાગે વીન્ડો અચૂક મુકવા સૂચના છે.

 


એસ્ટેટ વિભાગ દ્રારા જારી કરવામાં આવેલી ઉપરોકત સૂચનાઓનું તમામ આઉટડોર એડ એજન્સીઓ અને ખાનગી મિલકતોના હોડિગ બોર્ડના માલિકોએ પાલન કરવાનું રહશે. જો ઉપરોકત સૂચનાઓનું પાલન નહીં કરાય અને ટૌકતે વાવાઝોડામાં હોડિગ બોર્ડ ધરાશાયી થશે અને તેના કારણે કોઈપણ પ્રકારના જાનહાની કે માલહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે એડ એજન્સીની રહેશે અને ખાનગી હોડિગ બોર્ડના કિસ્સામાં તેની જવાબદારી હોડિગ બોર્ડના માલિકની અંગત રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS