વોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમની લાઈફ નોર્મલ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહયો છે ત્યારે એમાં પણ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા ગણાય તેવા એક જબરદસ્ત ઉદાહરણ વિશે લોકોને જાણકારી આપતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સગર્વ એમ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૨ ના વોર્ડ ઓફિસર કિંજલબેન ગણાત્રા છઠા માસની સગર્ભા અવસ્થામાંથી પસાર થઇ રહયા છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે. આવા નિષ્ઠાવાન અધિકારી માટે રાજકોટ મહાનગરપાલિકા ગર્વ અનુભવે છે. સાથોસાથ નાગરિકોએ પણ આ બાબતની સગર્વ નોંધ લેવી જોઈએ.


શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવાની સાથોસાથ શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવવાની કામગીરી ઉપરાંત કચેરીના અન્યાદેશો અનુસાર તેઓ પોતાની કામગીરી બજાવી રહયા છે. શહેરની કરીયાણાની દુકાનોએ શાકભાજીનો જથ્થો પણ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં તેમની વોર્ડ ટીમો સંકલન કરી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ થી ફેલાતા જીવલેણ રોગચાળો ના સમયગાળામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે જો મહિલા અધિકારી સગર્ભા હોવાના કારણે રજા માંગે તો તેમને રજા મળી શકે તેમ છતાં તેમણે રજાની માંગણી કર્યા વિના પોતાની ફરજ ચાલુ રાખી છે તે બદલ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ વોર્ડ નં.૨ ના ઓફિસર કિંજલબેન ગણાત્રાની કાર્યનિષ્ઠાને બિરદાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS