યુપીમાં આ મહિને મળી શકે છે કોરોનાની વેક્સિન : અધિકારી અને કર્મચારીઓની રજાઓ કેન્સલ

  • December 17, 2020 08:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસની વેક્સિનને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે.  છેવાડાના વિસ્તાર સુધી પહોંચવા માટે પણ યોગી સરકાર સજ્જ છે અને આ માટે તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓની તેમજ અધિકારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે.

 

ઉત્તરપ્રદેશ સરકારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની પરિવાર અને કલ્યાણ વિભાગે કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી છે. જો કોરોના વ્યક્તિને દેશમાં મંજૂરી મળી જશે તો ડિસેમ્બરના અંત સુધીમાં યુપીમાં વેક્સિનેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર અત્યારથી જ પોતાની તૈયારીઓ પૂર્ણ કરવા માટે કમર કસી રહી છે.

 

પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવવ્યું છે કે કોરોનાને નાથવા માટે તમામ પ્રયાસ કરવામાં આવે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વેક્સિન  લગાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આ માટે અધિકારી તેમજ કર્મચારીઓની મદદની આવશ્યકતા રહેશે. જેથી કરીને તમામ અધિકારી અને કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવે છે.  

 

કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તમામ કર્મચારીઓ પોતાનું યોગદાન બરાબર આપે નહીં તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપી, બિહાર, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોની સરકાર કોરોનાવાયરસ વેક્સિનને લઈને સ્થાનિક સ્તરે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની છે જેથી જ્યારે પણ વેક્સિન આવે જ્યારે વેક્સિન ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાય. આ માટે રાજ્ય સરકારો દ્વારા ફ્રીઝની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ ને વેક્સિન આપવાની તાલીમ આપવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS