ડાયાબીટીસ કંટ્રોલ કરવા સાથે સેક્સ પાવર વધારે છે જાયફળ, આ રીતે કરવું સેવન

  • May 19, 2021 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેરએ લોકોને પોતાના નિયંત્રણમાં લઈ લીધા હતા. લોકોમાં ભારે ભય ફેલાયો હતો. દેશભરમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને માસ્ક પહેરવું, સાબુ અને હેન્ડવોશથી વારંવાર હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવવાનું સતત કહેવામાં આવી રહ્યું છે. આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

 

 

ખરેખર તો આ સમયે આરોગ્યની વિશેષ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ચુકી છે. દેશના લાખો લોકો કોવિડથી બચવા માટે ઘરેલું ઉપાયો પણ અજમાવી રહ્યા છે જેથી તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને. ત્યારે અત્યાર સુધીમાં લોકોએ રસોડામાં ઉપલબ્ધ હોય તેવી દરેક વસ્તુનો કદાચ ઉપયોગ કરી લીધો હશે. શું તમે તમારા રસોડામાં રહેલા જાયફળનો ઉપયોગ કર્યો છે?  

 

 

જાયફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે તેનાથી ડાયાબિટીઝ પણ કંટ્રોલમાં રહે છે. કોરોનાની સારવાર બાદ ઘણા લોકોને સુગરની સમસ્યા થઈ જાય છે તેવામાં જાયફળનો ઉપયોગ તમને ખૂબ લાભ કરી શકે છે. જાયફળ ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહેવા ઉપરાંત પણ ઘણા લાભ થાય છે. તો ચાલો તમને જણાવીએ જાયફળ ખાવાથી શું ફાયદા થઈ શકે છે.  

 

રોગપ્રતિકારક શક્તિ વધે છે


રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દૂધને ગરમ કરો તેમાં અડધી ચમચી મધ, થોડી એલચી અને 2 ચપટી જાયફળ પાવડર ઉમેરી પી જવું. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે. 

 

સાંધાના દુખાવામાં


સાંધાના દુખાવાની સારવાર માટે જાયફળ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સિવાય તમને ગેસની સમસ્યાથી પણ રાહત મળે છે. તેનાથી પાચન સુધરે છે. તેમાં ફાઇબર હોય છે જે પેટની સમસ્યાને દૂર રાખે છે.

 

સેક્સ ડ્રાઈવ સુધારે છે

જાયફળ પાચક ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે તેથી જાયફળનું સેવન કરવાથી લોકોની સેક્સ ડ્રાઇવ સુધરે છે. તેનું સેવન પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. 

 

દાંતનો દુખાવો


જાયફળના સેવનથી દાંતના દુખાવાને પણ દૂર કરી શકાય છે. ચપટી જાયફળ પાવડરમાં મધ મેળવીને પીવાથી દાંત અને પેઢાની સમસ્યામાં રાહત મળે છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS