BREAKING NEWS

ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

  • June 12, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ભારે અરેરાટી સાથે શોકની લાગણી

ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી અને હાલ ધ્રોલ ખાતે ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય પ્રજ્ઞા બાબુભાઈ પરમારે ગુરુવારે બપોરે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ નર્સિંગ અભ્યાસક્રમનું વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની બુધવારે સાંજે જ હોસ્ટેલ ખાતે પરત ફરી હતી. જોકે બીજા જ દિવસે બપોરના સમયે તેણે આ અંતિમ પગલું ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ ધ્રોલ આવી પહોંચ્યા છે.

આ દુ:ખદ ઘટનાના પગલે ગણેશ સ્કૂલના વિદ્યાર્થીગણ તેમજ સમગ્ર ધ્રોલ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનાઓમાં ધ્રોલ પંથકમાં એક વિધાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પણ કારણ બાબતે સ્પષ્ટ વિગતો સામે આવી ન હતી દરમ્યાનમાં વધુ એક છાત્રાએ આત્મઘાતી પગલુ ભરી લીધાનું સામે આવતા ગમગીની છવાઇ ગઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application