કોરોનાનો પંજો મજબૂત બની રહ્યો છે : ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ

  • March 27, 2021 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ સરકારી આંકડો છે, આ સિવાય ખાનગી  હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા મોટી 

 

આજકાલ પ્રતિનિધિ ભાવનગર 

ભાવનગરમાં રોજીંદા નવા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ફરી  પચાસ થવા આવી છે. માર્ચ મહિનામાં પ્રારંભે ૧૦ આસપાસ નોંધાતા કેસ હવે ૪૦ થઈ ગયા છે અને આ જ ક્રમ રહ્યો તો આવતા અઠવાડિયે રોજ ૫૦થી વધુ નવા કેસ ઉમેરાતા જશે. ઉલ્લેખનીય છે કે, હોળી, ધૂળેટી અને શબ્બે બારાત તથા અન્ય ધાર્મિક પ્રસંગો આવી રહ્યા છે ત્યારે સ્વયંભૂ જાગૃતિ આવશ્યક છે. શુક્રવારે જિલ્લામાં ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે સામે અડધાથી ઓછા ૧૯ દર્દીઓ  કોરોનામુક્ત થયા છે.

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૭૧૩ કેસો પૈકી ૨૮૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ગઈ કાલે ભાવનગર જિલ્લામા  ૪૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમા  શહેરી વિસ્તારમાં ૨૩ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૨ જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં લીંબડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઘાંઘળી ગામ ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના બુઢણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાયા છે. આ તમામને સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે  મહાનગરપાલિકા વિસ્તારમા ૧૬ અને તાલુકાઓમાં ૩ કેસ મળી કુલ ૧૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હાલ ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS