હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓનો આંકડો આજે 700ને પાર પહોંચશે

  • April 10, 2021 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓનો આંકડો આજે 700ને પાર પહોંચશે

છેલ્લા 20 દિવસમાં કોરોના કેસમાં મોટો વધારો: પાલિતાણાના જુના સરોડ ગામે એક દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 75 થયો

 


ગુવારે જિલ્લામાં કુલ 84 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 61 કેસ રહ્યા છે. ગઈકાલે શહેરમાં કોરોના ડેથ કોઈ નોંધાયુ નથી પરંતુ જિલ્લામાં જુના સરોડ ગામે એક દર્દીનું મોત થયુ છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 7,517 કેસો પૈકી 667 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ સંખ્યા પણ આજે 700નો આંકડો પાર કરી જાય તેવી શક્યતા છે.

 


ગુરૂવારે ભાવનગર શહેરી વિસ્તારમાં 39 પુષ અને 22 સ્ત્રી મળી કુલ 61 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં ગઢુલા ગામે 1,  સોનગઢ ગામે 1, મહુવા ખાતે 2,  આદપર ગામે 1,  નવા રતનપર ગામે 1, તળાજા ખાતે 1, લંગાળા ગામે 2, હબુકવડ ગામે 1, પરવાળાગામે 1, કાળાતળાવ ગામે 1, પાલીતાણા તાલુકાના વાળુકડ(પા) ગામે  1, રંઘોળા ગામે 1, પાલીતાણા ખાતે 2, સરતાનપર ગામે 1, નથુગઢ ગામે 1, રાણીવાડા ગામે 1, નાની રાજસ્થળી ગામે 1, પાંચવડા ગામે 1, તળાજા તાલુકાના ફુલસર ગામે 1 તેમજ ભાવનગર તાલુકાના કરદેજ ગામેે 1 કેસ મળી કુલ 23 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ગુવારે પાલીતાણા તાલુકાના જુના સરોડ ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થતા મૃત્યુ આંક 75 થયો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 28 અને તાલુકાઓમાં 16 કેસ મળી કુલ 44 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 7,517 કેસ પૈકી હાલ 667 દર્દીઓ સારવાર હેઠળ છે.

 


જિલ્લાના અડધો ડઝન કરતા વધારે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત
ભાવનગરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે-સાથે તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જિલ્લામાં આવકવેરા વિભાગ સહિત જુદા-જુદા વિભાગના અડધો ડઝન કરતા વધારે ઉચ્ચ અધિકારીઓ કોરોના સંક્રમિત થયેલા છે. સંક્રમિત થયેલા અધિકારીઓ હાલ સારવાર હેઠળ છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં કોરોનાનો પગપેસારો થતાં જે-તે વિભાગના કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS