રવિવારે 34 કેસ સાથે સારવાર હેઠળનાં કોરોના પેશન્ટની સંખ્યા 207

  • March 22, 2021 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ સપ્તાહે રોજીંદા નવા કેસનો આંકડો 50ને આંબી જાય તો નવાઈ નહીં
રવિવારે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દરરોજ સરેરાશ નવા 26 કેસ નોંધાયા

 


મહાપાલિકા, પંચાયત અને પાલિકાની ચૂંટણી બાદ ગોહિલવાડ પંથકમાં કોરોનાનો સકંજો દિન-પ્રતિદિન વધુ વિસ્તરતો હતો જે હવે બેકાબૂ બન્યો છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહના અંતિમ દિવસે 34 નવા કેસ સાથે ગત સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રોજની સરેરાશ 26 કેસની રહી છે. ગત સપ્તાહે પોઝિટિવના કુલ 121 કેસ હતા તે આ સપ્તાહે વધીને 180 થઇ ગયા છે. હાલ એક્ટિવ પેશન્ટની સંખ્યા વધીને બેવડી સદીથી ઉપર 207 થઈ છે.

 


ભાવનગર જિલ્લામાં આ માર્ચ માર્ચના આરંભે કોરોનાની સારવાર લેતા એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા ફક્ત 29 હતી તે આ માર્ચમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ દિન-પ્રતિદિન વધતી જતા 21 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 207ના આંકે આંબી ગઇ હતી. એટલે કે માત્ર 3 જ સપ્તાહમાં સારવાર લઇ રહેલા કેસની સંખ્યામાં સાત ગણી થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના નવા 34 કેસનો ઉમેરો થયો હતો. આથી માર્ચના ત્રીજા સપ્તાહમાં કુલ 180 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહના 121 કેસની તુલનામાં 48.76 ટકા વધુ છે.

 


ભાવનગર શહેરમાં રવિવારે નવા 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 21 પુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે આજે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જેમાં 9 પુષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 4386 કેસ નોંધાયા છે તે પૈકી 4175 દર્દીઓ સાજા થઇ ગયા હોય કોરોનામાં રિકવરી રેઇટઘટીને ઘટીને 96.19 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે આજે 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

રવિવારે ઉમરાળાના દડવામાં 35 વર્ષીય પુષ, ઉમરાળાના જ સમઢીયાળામાં 64 વર્ષીય પુષ, વલ્લભીપુરના પીપળીમાં 52 વર્ષીય પુષ અને ભાવનગરના કરદેજના 579 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ 2155 નોંધાયા છે તેની સામે 2090 દર્દીઓ સાજા થઇ ગયા હોય રિકવરી રેઇટ 96.98 ટકા થયો છે.

 


માર્ચ માસમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે અને તેની તુલનામાં કોરોનામાંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય ભાવનગર જિલ્લામાં કોરોનાના રિકવરી રેઇટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ માર્ચના આરંભે સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.45 ટકા હતો તે આજે ઘટીને 98.78 ટકા થઇ જતા આ એક જ માસના 3 સપ્તાહમાં કોરોનાના રિકવરી રેઇટમાં 2.67 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS