છેલ્લા બે દિવસમાં રેપિડ ટેસ્ટ વધ્યા સામે કેસની સંખ્યામાં પણ મોટો વધારો

  • April 02, 2021 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોકે રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવનારની સંખ્યા સરકારી યાદીમાં સામેલ નહી: કુલ કેસનો આંકડો 7000એ પહોંચવામાં



સરકાર દ્વારા કોરોના કેસના જાહેર થતા આંકડાઓ સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે તે દશર્વિે છે. આ યાદીમાં આરટીપીસીઆર ટેસ્ટ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓનીજ સંખ્યા સામેલ છે છતાં કુલ કેસનો આંકડો 6,928 થઈ ગયો છે અને આ પૈકિ 377 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આ સંખ્યા 500એ પહોંચવામાં વાર નહી લાગે તે હાલની સ્થિતી જોતા જણાય છે.

 


ભાવનગર જિલ્લામા બુધવારે 49 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 20 પુરૂષ અને 14 સ્ત્રી મળી કુલ 34 લોકોના રીપોર્ટ પોઝિટિવ  જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 1, ભાવનગર તાલુકાનાં શંકારપરા ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે 1, જેસર ખાતે 1, તળાજા તાલુકાનાં મણાર ગામ ખાતે 1, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે 1, તળાજા તાલુકાના ઠળિયા ગામ ખાતે 2, વલ્લભીપુર તાલુકાનાં મેલાણા ગામ ખાતે 3, ઉમરાળા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે 1 તેમજ ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે 2 કેસ મળી કુલ 15 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 19 અને તાલુકાઓમાં 11 કેસ મળી કુલ 30 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,928 કેસ પૈકી હાલ 377 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 70 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS