કોરોના એક્ટિવ પેશન્ટની સંખ્યા આજે 150ને આંબી જવાની શક્યતા

  • March 19, 2021 04:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે ત્રણ મહિના પછી ફરી 30થી વધુ કેસ નોંધાયા



કોરોના મહામારીના નવા રાઉન્ડ સામે લડતનો એક્શન પ્લાન ઘડાઈ ચુક્યો છે અને તંત્રએ વિવિધ પગલાઓ શરૂ કરી દીધા છે. દરમિયાનમાં કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. ગઈકાલે ત્રણ મહિનાથી પણ વધુ સમય બાદ ફરી એકવાર 30થી વધુ કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં ગુવારે 32 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6440 થવા પામી છે.

 


તાલુકાઓમાં સિહોર 1, મહુવા 1, તળાજા 1, ભાવનગર 1 તેમજ ભાવનગર તાલુકાના ઉમરાળા 2 તેમજ વલ્લભીપુરમાં 2 કેસ મળી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં 24 કેસ મળી કુલ 32 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આમ જિલ્લામાં નોંધાયેલા કેસની કુલ સંખ્યા 6,440 થઈ છે અને હાલ 140 દર્દીઓ સારવાર હેઠળ છે.

 

ભાવનગરના મેયર પરિવારમાં પણ પહોંચ્યો કોરોના

ભાવનગરનાં નવનિયુક્ત મેયર કિર્તીબેન દાણીધારીયાના પુત્રને આરટીપીસીઆર ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવતા કિર્તીબેનએ આ અંગે સોશિયલ મિડીયામાં જાણ કરી પોતે હોમ આઈસોલેટેડ થયાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે મેયરનો પુત્ર હૈદરાબાદ જવાનો હોય ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS