ન્યૂડ ફોટોશૂટમાં મોડલને થાય છે કેવા અનુભવ, વાંચો અભિનેત્રીની આપવીતી

  • February 21, 2020 04:30 PM 844 views

મોડેલ્સના ન્યૂડ, ટોપલેસ ફોટો શૂટના ફોટો જ્યારે  મેગેઝિનના કવર પેજ પર હોય છે ત્યારે તે  ચર્ચાનો વિષય બને છે. અભિનેત્રીઓ અને મોડલ્સના આવા બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા આપે છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર અને સની લિયોનએ ન્યુડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

 

 
ઘણા લોકો એવા હોય છે જે આવા ફોટો જોઈ મજા લેતા હોય છે. પરંતુ આવા ફોટોશૂટ દરમિયાન શું થાય છે અને આ અનુભવ કેવો હોય છે તે એક મોડલએ જણાવ્યું છે. એક મોડેલે વર્ણવ્યું છે કે બોલ્ડ ફોટોશૂટ કરતી વખતે તે ખરેખર કેવું અનુભવે છે. આવા શૂટ તેમના માટે પડકાર સમાન હોય છે. મોડેલ કહે છે કે ફોટા જોઈને લોકોને લાગે છે કે આ ફોટા કેટલી સરળતાથી લેવામાં આવ્યા છે, પરંતુ કપડાં ઉતારીને લોકોથી ભરેલા રૂમમાં શોટ આપવા સરળ નથી.

 


 
મોડલએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કર્યા અને કહ્યું કે તેણે 10 વર્ષ પહેલાં પહેલીવાર નગ્ન ફોટોશૂટ કરવ્યું ત્યારે તેને કેવો અનુભવ થયો હતો. ફોટો શૂટ પહેલા તેના શરીરને નગ્ન અવસ્થામાં ફોટોગ્રાફરએ જોયો, તેઓ ચર્ચા કરે કે શરીરનો કયો ભાગ કેવો છે. કમર ક્યાં પાતળી છે વગેરે વગેરે. આવી સ્થિતિમાં પણ ચહેરા પર તેની અસર થવા દેવાની નથી હોતી. જો કે તેના આર્ટ ડિરેક્ટર અને ફોટોગ્રાફર પણ મહિલાઓ જ હતી તેમ છતાં તેમની સામે નગ્ન અવસ્થામાં ઊભા રહેવું મુશ્કેલ હતું. આવી ટીપ્પણી અને સ્થિતિમાં કેટલીક મોડલ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.