કોવિશીલિડના 2 ડોઝ વચ્ચે 16 સપ્તાહનો સમય, કોરોના થયો હોય તેવા લોકોને 6 મહિના પછી આપો વેકસીન : NTAGIની ભલામણ

  • May 13, 2021 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વેકસીનની ઘટ વચ્ચે રસીકરણ માટે બનાવેલી રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહએ નવી ભલામણ કરી છે. સમિતિનું કહેવું છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમય વધારી 12થી 16 સપ્તાહનો કરવો જોઈએ અને જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમને રિકવરીના 6 મહિના પછી રસી આપવી. 

 

 

આ સિવાય સમિતિએ સુચન કર્યું છે કે ગર્ભવતી મહિલાઓએ કોઈપણ કોરોનાની રસી આપવાનો વિકલ્પ આપી શકાય છે જ્યારે સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રસૂતિ પછી કોઈપણ સમયે રસી આપી શકાય છે. પરંતુ સમિતિનું કહેવું છે કે જેમને એકવાર કોરોના થયો હોય તેમને રિકવરી થયા બાદ 6 મહિના પછી રસી આપવામાં આવે.

 

 

સમિતિની ભલામણ પહેલા ડોક્ટરોએ કોરોના સંક્રમિતોને રિકવરીના ત્રણ મહિના પછી રસી આપવા સુચન કર્યું હતું. સીડીસી યૂએસની ગાઈડલાઈનમાં પણ કોરોનાથી રિકવરીના 90 દિવસ બાદ રસી લગાવવાની સલાહ આપવામાં આવી છે. 

 

 

આ ભલામણ જે સ્ટડીના આધારે કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની રસીનો બીજો ડોઝ મોડો લેવામાં આવે તો કોવિડ 19 સંક્રમણ થયા બાદ મોત થવાની સંભાવના ઘટી જાય છે. આ વાત 65 વર્ષથી નાની ઉંમરના લોકો માટે કહેવામાં આવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021