હવે ચીનથી આયાત રોકવા માટેની તૈયારીમાં સરકાર!

  • October 28, 2020 02:04 AM 425 views

હવે ચીનથી આયાત રોકવા માટેની તૈયારીમાં સરકાર!
ઉધોગ જગત સાથે મંથન શરૂ: ચીનને આર્થિક મોરચે પછાડવા સરકારની અંદર ચીની સામાન ઉપર પ્રતિબધં માટે મંથન શરૂ

ચીનને આર્થિક મોરચે ઈજા પહોંચાડવા માટે ભારત સરકારની અંદર ચીની સામાન ઉપર પ્રતિબધં માટે મંથન શ થઈ ગયું છે. નિર્ણય લીધા પહેલા ઔધોગિત સંગઠનો અને અન્ય મેન્યૂફેકચરિંગ એસોશિએશન અને નિર્યાતકોની સલાહ માંગી છે. તેમને એ પૂછવામાં આવી રહ્યું છે કે ચીનથી થનારા આયાત ઉપર પ્રતિબધં લગાવવાની સ્થિતમાં કેટલા સહજ હશે. ટેલિકોમ અને કેટલીક ચીની એપ ઉપર પ્રતિબધં પછી આયાત ઉપર કડક લગામ લગાવવા માટે તૈયારી થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


સરકાર ઔધોગિક સંગઠનો અને એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલથી ચીનથી આયાત થનારા સામાનોની યાદીની માંગણી પહેલાથી જ કરી છે. જેથી એ નિશ્વિત કરી શકાય કે કઈ કઈ આઈટમોનું નિર્માણ આપણે સરળતાથી તત્કાલ પથી ભારતમાં કરી શકીએ. એ આઈટમો ઉપર પ્રતિબધં લગાવવા ઉપર ભારતીય મેન્યૂફેકચર્સને કોઈ નુકસાન ન થાય. વિકલ્પના પમાં આ એ પણ જોઈ શકાય છે કે ચીન સિવાય કયાંથી જરી સામાન અને ખાસ તરીકે કાચો માલ મંગાવી શકાય.


સુત્રો પ્રમાણે સરકાર ઔધોગિક જગતથી ચીની સમાનના વિકલ્પ અને તેની જગ્યાએ ભારતીય મેન્યૂફેકચરિંગને સ્થાપિત કરવા અંગે સૂચનો લઈ રહી છે. અત્યારે ચીનથી આવનારા ફિજિકલ ચેકિંગના ઉપકરણો પોર્ટથી કાઢવામાં મોડું થતા સ્થાનિક મેન્યૂફેકચર્સ સપ્લાય ચેન બાધિત થવાનો અવાજ ઉઠો છે.


સરકારને પણ ખબર છે કે દવા, ઓટો પાટર્સ, મોબાઈલ અને ઈલેકટ્રોનિકસ, કેમિકલ્સ જેવા અનેક ક્ષેત્રોમાં યાં ચીનથી કાચા માલની સપ્લાય ન થવા ઉપર તૈયાર માલનું ઉત્પાદન સંભવ નથી. દવા નિર્માણના કાચા માલ (એપીઆઈ) માટે ભારત ૯૦ ટકા ચીન ઉપર નિર્ભર રહે છે. ૭૦ ટકા મોબાઈલ ફોન માટે ભારતની નિર્ભરતા ચીન ઉપર છે.


ઓટો પાટર્સને તૈયાર કરવામાં ચીન આવનારા અનેક કાચા માલ જેના વગર ચાર્સ તૈયાર ન થઈ શકે. કોસ્મેટિક માટે અનેક ઉત્પાદકો જે સંપૂર્ણ પણે ચીન ઉપર નિર્ભર છે. આયાતકારો પ્રમાણે ચીન પાસેથી સસ્તા ભાવમાં કાચો માલ મળવાના કારણે તેમનો ખર્ચ ઓછો આવે છે અને આંતરારષ્ટ્ર્રીય બજારની તુલનાએ મુકાબલો કરવામાં સક્ષમ હોય છે.

  • ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબધં ફટકારતાં ચીની મીડિયાના પેટમાં તેલ રેડાયું!


ભારત સરકારે ચીનની ૫૯  એપીપીએસ પર સોમવારે પ્રતિબધં લગાવી દીધો છે. આ એપ્સમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, હેલો અને શેર ઇટ જેવી ઘણી પ્રચલિત એપ્સ સામેલ છે. ભારતે તર્ક આપ્યો છે કે આ ચાઇનીઝ એપ્સના સર્વર ભારતની બહાર આવેલા છે અને તેના દ્રારા ડેટા ચોરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ, ચીની સરકારે ભલે આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ ચીનની સરકારી મીડિયાએ ભારતના પગલાને અમેરિકાની નકલ કરનાં કરાર કયુ છે. ચીનના સરકારી અખબારે કહ્યું છે કે ચીનની વસ્તુઓના બહિષ્કાર માટે ભારત પણ અમેરિકા જેવા જ કારણો જોધી કહ્યું છે.


ભારતના આ પગલાથી ચીનનું સરકારી મીડિયા ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતના આ પગલાને અમેરિકા સાથે નિકટના સંબંધો વધારનાં ગણાવ્યું છે. અખબારે આરોપ લગાવ્યો છે કે ચીનથી માલવેયર, ટ્રોઝન હોર્સ અને રાષ્ટ્ર્રીય સુરક્ષાનો ખતરો બતાવને આ પ્રકારના પ્રતિબધં લગાવવવાં આવ્યા છે. અખબાર મુજબ અમેરિકાએ પણ રાષ્ટ્ર્રવાદની આડમાં આ પ્રકારની ચીનના સામાનને નિશાન બનાવવાનું શ કયુ હતું.


ચીની મીડિયાએ પુનરાવર્તન કયુ છે કે આ પ્રકારના પગલાઓથી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. ઉર્જા મંત્રી આરકે સિંહના નિવેદનનો ઉલ્લેખ કરતાં અખબારે કહ્યું કે ભારત ચીનની સાથે ૪૨ મિલિયન ડોલરના સોલર મોડૂલ આયાત કરે છે. સાથોસાથ ભારતીય વીજળી કંપનીઓ પણ ચીનના બનાવેલા ઇકિવપમેન્ટસ દ્રારા કામ કરી રહી છે. એવામાં બોયકોટનું આહવાન ખૂબ મુશ્કેલ માલુમ થાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application