હવે Google Payથી પેમેન્ટ કરવું બન્યું સરળ,UPI Pin વગર જ કરી શકશો નાણાકીય વ્યવહારો, જાણો કઈ રીતે  

  • June 20, 2023 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Google Pay વડે પેમેન્ટ કરવા માટે UPI Pinની હવે જરૂર નહિ પડે કારણ કે Google Pay લાવ્યું છે નવું ફીચર.


જો તમે UPI પેમેન્ટ પ્લેટફોર્મ Google Payના યુઝર્સ માટે UPI પેમેન્ટ કરવાનું વધુ સરળ બની ગયું છે.કંપનીએ UPI Lite ફીચરને તેની એપ પર લાઇવ કરી દીધું છે. હવે યુઝર્સ Pin દાખલ કર્યા વિના સરળતાથી 200 રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે. તાજેતરમાં Paytm અને PhonePe એ પણ આ ફીચર શરૂ કર્યું છે.


UPI Lite સપ્ટેમ્બર 2022માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લો-વેલ્યુ UPI ચુકવણીઓ ઝડપી અને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવી હતી. UPI લાઇટ દ્વારા તમે એક જ ક્લિકથી ઘણા નાના દૈનિક વ્યવહારો સરળતાથી કરી શકશો.


UPI Lite વૉલેટ વપરાશકર્તાઓને એકવાર લોડ કર્યા પછી રૂ. 200 સુધીના ત્વરિત વ્યવહારો કરવાની મંજૂરી આપે છે. રૂ.200 સુધીના વ્યવહારો માટે કોઈ પિનની જરૂર પડશે નહીં. આ પેમેન્ટ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આમાં એક સમયે વધુમાં વધુ 2 હજાર રૂપિયા ઉમેરી શકાય છે. તમે UPI Lite દ્વારા 24 કલાકમાં વધુમાં વધુ રૂ. 4,000 ખર્ચી શકો છો.


Google Payમાં UPI Lite સુવિધાને આ રીતે સક્રિય કરવી


Google Pay ઍપ ખોલો


એપ્લિકેશનની હોમ સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો.


આ પછી UPI Lite પે પિન ફ્રી પર ક્લિક કરો અને સૂચનાઓને અનુસરો.


પૈસા ઉમેરવા માટે UPI Lite ને સપોર્ટ કરતું હોય તેવું પાત્ર બેંક ખાતું પસંદ કરો.


UPI Pin દાખલ કરો કે તરત જ UPI Lite એકાઉન્ટ સફળતાપૂર્વક સક્રિય થઈ જશે.


Google Pay પર માત્ર એક UPI Lite એકાઉન્ટ બનાવી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application