હવે વિશ્વભરમાં કોરોનાની રિકવરીમાં ભારત ટોપર

  • September 15, 2020 10:38 AM 475 views

 

  • બ્રાઝિલથી પણ આગળ: જો કે, કેસ વધે નહીં તે માટેની સાવધાની જરૂરી


જહોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ ભારતે સોમવારે બ્રાઝીલને પાછળ છોડીને અને વિશ્વમાં સૌથી વધારે કોવિડ ૧૯ના કેસોમાં રીકવરી મેળવી છે. જહોન હોપકીન્સની માહિતી અનુસાર ભારતમાં ૩૭,૮૦,૧૦૭ લોકો રીકવર થયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ–૧૯ના કુલ ૨૯,૦૦૬,૦૩૩ કેસ નોંધાયો છે. જેમાં ૧૯,૬૨૫,૯૫૬ કેસ રીકવર થયા છે. જયારે ૯૨૪૧૦૫ લોકોના મૃત્યુ થયા છે. જહાન હોપકીન્સ યુનિવર્સિટીના આંકડાકીય માહિતી મુજબ કોરોના વાઈરસના કેસમાં રીકવરીમાં ભારતમાં ૩૭,૮૦,૧૦૭ કેસ રીકવર થતાં વિશ્વમાં પ્રથમ નંબરે જયારે બ્રાઝીલ ૩૭૨૩૨૦૬ કેસ રીકવર કરીને બીજા નંબરે અને ૨૪,૫૧,૪૦૬ કેસ રીકવર કરીને યુએસ ત્રીજા નંબરે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતનો રીકવરી દર હાલમાં ૭૮ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૭,૫૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. તેમજ સક્રિય કેસોની સંખ્યા અને રીકવર કેસોની સંખ્યા વચ્ચે પણ અંતર વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર્ર, કર્ણાટક અને તામીલનાડુ કોરોનાના ૬૦ ટકા કેસ રીકવર થયા છે. આજની તારીખમાં ભારતમાં કોરોનાના કુલ ૯,૮૬,૫૯૮ કેસ સક્રિય છે. જયારે દેશમાં ૪૮,૬૪,૨૭ કેસ નોંધાયા છે.


કોરોના વાઈરસની ટેસ્ટીંગને મામલે અમે સારૂ કામ કયુંર્ હોવાનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હોવાનું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યેા હતો. અત્યાર સુધીમાં અમેરિકાએ કોરોનાના ભારત કરતા પણ વધુ ટેસ્ટ કર્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસના ટેસ્ટીંગને મામલે ભારત વિશ્વમાં અમેરિકા પછીના એટલે કે, બીજા સ્થાને છે. અમેરિકા કોરોનાના ભારત કરતા ૪.૪ કરોડ વધુ ટેસ્ટ કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application