હવે ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં જોવા મળશે આઈએસઆઈના એજન્ટના રોલમાં  

  • May 27, 2021 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાન અને કેટરિના કૈફે માર્ચમાં તેમની એકશન થ્રિલર ટાઇગર ૩ માટે મુંબઈમાં યશરાજ સ્ટૂડિયોઝમાં શૂટિંગ શ કયુ હતું. તેઓ બંને તેમના સ્પાય અવતારમાં પાછા ફર્યા હતા. એના થોડા દિવસ પછી જ વિલન ઇમરાન હાશ્મીએ પણ શૂટિંગ શ કયુ હતું. આ ફિલ્મના પ્લોટ વિશે ખાસ માહિતી મળી નથી, પરંતુ હવે અમને જાણવા મળ્યું છે કે, આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી આઈએસઆઈના એજન્ટના રોલમાં જોવા મળશે.

 

એક સોર્સે જણાવ્યું હતું કે, ઇમરાન હાશ્મી પાકિસ્તાની એજન્ટના રોલમાં જોવા મળશે. જેનો મુકાબલો રોના અધિકારી ટાઇગર (સલમાનનું કેરેકટર) સાથે થશે. આ વાસ્તવમાં ટાઇગર વર્સીસ ટાઇગરની કહાણી છે. કેમ કે, આઈએસઆઈ ઇમરાનને ટાઇગર એટલે કે અવિનાશ સિંઘ રાઠોડનો પાકિસ્તાન તરફથી જવાબ માને છે. ઇમરાનનું કેરેકટર સ્ટ્રીટ સ્માર્ટ, બિન્દાસ્ત અને એક એજન્ટમાં જરી હોય એ તમામ ગુણો ધરાવે છે.

 

ઇન્ડિયન અને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીઝ વચ્ચે લડાઈ ચાલી રહી હોય છે ત્યારે કેટ અને માઉસ ચેસ સીકવન્સીસ જોવા મળશે. ટાઇગર ૩ માટેનું શૂટિંગ જૂનના મધ્યમાં શ થશે એમ મનાઈ રહ્યું છે. એના પ્રોડૂસર આદિત્ય ચોપરાએ એક વેસ્ટર્ન કન્ટ્રીના કેટલાક ભાગને રિક્રિએટ કરવા માટે એક આખું ગ્રાઉન્ડ બુક કયુ છે. આ શેડૂલ પછી યુરોપીયન દેશોમાં શેડૂલ થશે.
આ એકશન પેકડ થ્રિલરના મ્યુઝિકને પ્રિતમ દ્રારા કમ્પોઝ કરવામાં આવ્યું છે યારે ઇન્ટરનેશનલ સ્તરના અનેક સ્ટન્ટ ડિરેકટર્સની ટીમ આ ફિલ્મની એકશનને ડિઝાઇન કરશે. આ ફિલ્મનું બજેટ અંદાજે ૩૫૦ કરોડ પિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS