હવે સેટેલાઈટ દ્વારા દરેક ગામમાં પહોંચશે હાઈસ્પીડ ઈન્ટરનેટ, ખાનગી કંપનીઓ સાથે સરકાર કરશે જોડાણ

  • November 09, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે રૂ. ૧.૪ લાખ કરોડના પ્રોજેક્ટને નવો રૂપ આપવાની તૈયારી કરી, ભારતનેટ સાથે જીઓ, સ્ટારલીંક અને વનવેબ સાથે થશે એમઓયુ



વિશ્વના સૌથી મોટા ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્શન ભારતનેટ પ્રોજેક્ટને હવે સેટેલાઇટનો સપોર્ટ મળશે. કેન્દ્ર સરકારે રૂ. ૧.૪ લાખ કરોડના આ વિશાળ પ્રોજેક્ટને નવો રૂપ આપવાની તૈયારી કરી છે. આ અંતર્ગત, સેટેલાઇટ કનેક્ટિવિટી ટેક્નોલોજી, ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ અને ફાઇબર લાઇનનો ઉપયોગ દૂરના વિસ્તારો અને પર્વતીય વિસ્તારોને હાઇ સ્પીડ ઇન્ટરનેટથી જોડવા માટે કરવામાં આવશે. એકવાર આ પ્લાન મંજૂર થયા પછી, જીઓ, સ્ટારલીંક અને વનવેબ જેવી કંપનીઓ સરકાર સાથે જોડાઈ શકે છે અને ભારતનેટ પર કામ કરવાનું શરૂ કરી શકે છે.


સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્કેલ અને પહાડી વિસ્તારોમાં આવતી ૧૦ ટકા ગ્રામ પંચાયતોને સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સાથે જોડવામાં આવશે. ખાનગી કંપનીઓની સાથે, બીએસએનએલને પણ સેટેલાઇટ કમ્યુનિકેશન (સેટકોમ) કંપનીઓ સાથે એમઓયુ કરશે. આ સુવિધા પ્રોજેક્ટના પ્રથમ અને બીજા તબક્કામાં કેટલીક ગ્રામ પંચાયતોને આપવામાં આવી હતી. પરંતુ, જીઓ  સેટેલાઇટ આ માટે યોગ્ય જણાયા ન હતા. હવે નવી પ્રકારની સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


ભારતનેટ પ્રોજેક્ટનું સંચાલન કરતી બીએસએનએલ આવતા મહિને આ અંગે ટેન્ડર બહાર પાડી શકે છે. આ અંતર્ગત કંપનીઓએ ફાઈબર કેબલ નાખવાની સાથે ઓપરેશન અને મેઈન્ટેનન્સનું પણ સંચાલન કરવું પડશે. બીએસએનએલ આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલથી કામ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. સેટેલાઇટ કનેક્ટિવિટી માટે ઓછા ખર્ચના વિકલ્પો શોધવામાં આવશે.


આ પ્રોજેક્ટના તબક્કા ૧ અને ૨માં દેશના ૧.૬૪ લાખ ગામડાઓમાં ઈન્ટરનેટ આપવામાં આવ્યું હતું. આગામી તબક્કામાં ૪૭ હજાર નવી ગ્રામ પંચાયતો ઉમેરવામાં આવશે અને તમામ જોડાયેલા ગામોમાં ઈન્ટરનેટ સેવાઓમાં સુધારો કરવામાં આવશે. ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને ભારતનેટ સાથે જોડવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ, તેમને ફાઈબર ટુ ધ હોમ કનેક્શન લેવા માટે રૂ. ૮૯૦૦ થી રૂ. ૧૨૯૦૦ સુધીની સહાય પણ આપવામાં આવશે. ભારતનેટ એન્ટરપ્રીનીયોર મોડલ હેઠળ, બીએસએનએલ પાંચ વર્ષમાં ૧.૫ કરોડ ફાઈબર કનેક્શન આપવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application