હવે રૂપિયા 30000 વેતન ધરાવતા કર્મચારી પણ ઈએસઆઇસીમાં થશે સામેલ

  • August 25, 2021 09:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય કર્મચારી વીમા નિગમ ની મેડિકલ સ્કીમના દાયરાને વિસ્તારવામાં આવશે અને હવે રૂપિયા 30000 ના માસિક વેતન ધરાવતા કર્મચારીઓ પણ આ યોજનામાં સામેલ થઈ શકશે તેવી જાણકારી આપવામાં આવી છે.

 

વર્તમાન સમયમાં રૂપિયા ૨૧ હજારના માસિક વેતન ધરાવતા કર્મચારીઓને જ આ યોજનાનો લાભ મળે છે પરંતુ હવે તેમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારનો નવો પ્રસ્તાવ બોર્ડની મીટિંગમાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી દેવામાં આવશે.

 

વીમા નિગમ બોર્ડના સભ્ય હરભજન સિંઘ દ્વારા મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે કેન્દ્રીય શ્રમ મંત્રાલયને થોડા દિવસ પહેલા જ સીલીંગ વધારવા માટેનો પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. આ મેડિકલ સ્કીમથી કોરોનાવાયરસ મહામારી ના સમયમાં કર્મચારીઓને મોટો લાભ મળશે.

 

એવી માહિતી આપવામાં આવી છે કે મેડિકલ સ્કીમ નો દાયરો વધારવામાં આવ્યા બાદ વધુ ૨૦થી ૨૫ ટકા જેટલા કર્મચારીઓ તેમાં આવી જશે અને તેમને આર્થિક લાભ મળશે. વીમા નિગમ ના ફંડમાં પણ વધારો થશે. અત્યારે દેશના 6 કરોડ જેટલા કર્મચારીઓ આ યોજનામાં લાભ લઇ રહ્યા છે.

 

ઈએસઆઈસી વીમા ધારક વ્યક્તિની મૃત્યુ અથવા તો તેની શારીરિક અક્ષમતા ની સ્થિતિમાં તેના પરિવારને જીવન પર્યંત અને બાળકોને 25 વર્ષ સુધીની ઉંમર સુધી કર્મચારી ના દૈનિક વેતન ના ૯૦ ટકા જેટલી રકમ પેન્શન ના રૂપમાં આપવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021