કોરોના સામે જંગ માટે હવે અલગ-અલગ રસીઓના કોકટેલની વિચારણા

  • April 16, 2021 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટનમાં બે અલગ-અલગ રસીઓના ડોઝ આપવાથી શું થાય તેના પર કરાઈ રહી છે ટ્રાયલ: આ સ્ટડીમાં 800 લોકો ભાગ લઈ ચૂક્યા છે

 કોરોના વાયરસની બે અલગ-અલગ વેક્સીનોનો ડોઝ આપવાથી શું ફાયદો થઈ શકે છે, એ વાતને ટેસ્ટ કરવા માટે બ્રિટનમાં કરવામાં આવી રહેલી ટ્રાયલનું વર્તુળ વધારવામાં આવી રહ્યું છે. તેમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે, વાયરસ અને તેના નવા વેરિયન્ટ્સની સામે ઈમ્યુનિટી વધારી શકાય અને વેક્સિનેશન પ્રોગ્રામને સરળ પણ કરી શકાશે.

 


બીબીસીના રિપોર્ટ મુજબ, કોમ-કોવની સ્ટડીમાં ભાલ લેવા માટે એવા લોકો એપ્લાય કરી શકે છે, જેમને ફાઝર કે એસ્ટ્રાજેનેકાની વેક્સીનનો પહેલો ડોઝ લગાવાઈ ચૂક્યો છે. તેમને બીજો ડોઝ મોડનર્િ કે નોવાવેક્સમાંથી એકનો કે પછી એ જ રસીનો અપાશે જે તેમણે પહેલા લીધી હતી.

 


આ સ્ટડીમાં 800થી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. તેના પરિણામો આવતા મહિને આવી શકે છે અને વધારાયેલા કેમ્પેનના પરિણામો જૂન કે જુલાઈમાં આવશે. આ સ્ટડી એક વર્ષ સુધી ચાલુ રહેશે. આમ તો, હેલ્થ એક્સપર્ટસનું માનવું છે કે, વેક્સીનનો ડોઝ મિક્સ કરવો સુરક્ષિત છે, ટ્રાયલમાં કોઈપણ સાઈડ-ઈફેક્ટ જોવા નથી મળી.

 


આ ટ્રાયલને છોડીને સામાન્ય કેસમાં પણ, એક જ વેક્સીનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ આપવાની સલાહ અપાય છે. તેમાં બ્રાન્ડ ચેન્જ હોઈ શકે છે. મોડનર્નિે બ્રિટનમાં મંજૂરી મળી છે અને તે ફાઈઝરની જેમ કામ કરે છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા તેનાથી અલગ રીતે કામ કરે છે. જોકે, ઓક્સફર્ડ અને જોનસન એન્ડ જોનસનની વેક્સીન આપવા પર લોહી ગંઠાઈ જવાના રિપોર્ટસ સામે આવ્યા છે. ઘણી જગ્યાએને તેને પગલે વેક્સિનેશન હાલ પુરતું રોકી દેવાયું છે.

 


તો, ચીનના સેન્ટર ફોર ડિસીઝ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્શનના હેડ જોર્જ ગાઓએ પણ તાજેતરમાં કહ્યું કે, ’અમે એ વાત પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ કે શું આપણે વેક્સિનેશન માટે અલગ-અલગ વેક્સીનનો ઉપયોગ કરવો જોઈએ.’ બ્રિટનની જોઈન્ટ કમિટી ઓફ વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશનના સભ્ય પ્રોફેસર જેરેમી બ્રાઉન મુજબ, આવનારા વર્ષોમાં અલગ-અલગ વેક્સીનો મિક્સ કરવી જ પડશે, કેમકે એક જ વેક્સીન ફરીથી મળવી મુશ્કેલ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS